Aapnu Gujarat
બ્લોગ

તમારા પાર્ટનર સાથે ક્યારેય ઝઘડો થાય તો આ વાત સામે ના કહેશો

રીલેશનશીપ માં પ્રેમ તથા ઝઘડો એક સામાન્ય વાત બની ગઈ છે. કેમ કે જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે તેની સાથે રોષ કે ઝઘડો પણ સભાવિક રીતે થાય જ છે. પણ પ્રેમના આ મુદ્દાને ક્યારેય વધારે વધવા દેશો નહિ. કેમ કે આવું કરવાથી તમે તમારા પાર્ટનરને જ નુકસાન પહોંચાડશો, પરંતુ તે તમારા જીવનસાથીને પણ દુખ વધુ પહોંચાડો છે. બહું વખત આપણે ગુસ્સામાં એવી વાતો કહી દઈએ છીએ કે જેનાથી પાર્ટનરને ખૂબ દુખ થાય છે. પણ ગુસ્સામાં બોલેલા આ શબ્દો પાછળથી તમે આ બાબતો પછતાવો કરે છે, પરંતુ આ બાબતોથી જીવનસાથીને ઘણું નુકસાન પણ પોહચે છે. ચાલો આપણે એવી કેટલીક વાતો વિશે જાણકાર બનીએ.

• હું તને છોડીને ચાલ્યો / ચાલી જઈશ

જ્યારે તમે પહેલીથી જાણો જ છો કે તમે તમારા જીવનસાથીને ખૂબ જ પ્રેમ કરો છો અને તેને છોડીને સપનામાં પણ જઈ શકો તેમ નથી તો ગુસ્સામાં આવી વાતો કેમ કરો કે હું તને છોડી દઈશ.

• તમે મને પ્રેમ કરો છો?

જ્યારે તમે ખૂબ સારી રીતે જાણો છો કે તેઓ તમને ખુબ પ્રેમ કરે છે ત્યારે તમારા પ્રેમ અને જીવનસાથી પર કેમ શંકા કરવી જોઇએ. નાની લડાઇઓ અને તકરારમાં બંને વચ્ચેનો પ્રેમ પર કોઈ અસર પડતી નથી. તો આવા પ્રશ્નો કરીને તમારા પાર્ટનરને શા માટે દુખ આપો છો.

• જુના ઝઘડો યાદ ન કરવો

જો તમારે રીલેશનશીપ બગાડવાની કોઈ જ ઇચ્છા નથી, તો પછી શા માટે જૂના ઝઘડાઓ વચ્ચે લાવો છો. જ્યારે પણ ઝઘડો થાય છે ત્યારે જૂનો ઝઘડો વચ્ચે લાવીને પાર્ટનરને ખોટા સાબિત કરવાથી શું ફાયદો છે? જો તમારે સંબંધોમાં કોઈ કડવાશ ન જોઈતી હોય તો બિલકુલ આવું ન કરો.

• પર્સનલ વાત ન કરવી

અણબનાવ દરમિયાન જો તમે કોઈ પર્સનલ વાત કરો છો,તો આ બાબતોની પાર્ટનર પર ખરાબ અસર પડે છે.

Related posts

नफरत की आग में यूपी सबसे आगे : रिपोर्ट

aapnugujarat

अकाली दल मिशन 2022 की सफलता को लेकर गंभीर

aapnugujarat

વર્ષ ૨૦૪૦ સુધી દુનિયાનાં ઘણાં દેશોમાં પાણીની તંગી સર્જાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1