Aapnu Gujarat
મનોરંજન

આ ગુજરાતી છોકરી મિસ ઇન્ડિયા ઇન્ટરનશનલમાં ભાગ લેવા જઈ રહી છે, જાણો નામ સાથે ઘણું બધું…

દરેક માણસના મનમાં અનેક સપનાં તો હોય પણ તે પુરા ક્યારેક ક્યારેક થઈ શકતા નથી. પણ એક એવી યુવતી પણ છે કે જેને પોતાના સપનાં પૂર્ણ કરી હમેંશા બતાવ્યા છે. મીસ ઈન્ડિયામાં ભાગ લઈ બાદ હવે મીસ ઈન્ડિયા ઈન્ટરનેશનલમાં ભાગ લેવા જઈ રહી છે. તો જોઈએ એક ગુજરાતી દિકરી વિશે કે જેને કઈ રીતે વધાર્યુ ગુજરાતનું ગૌરવ

જો આપણે સુંદરતાની વાત કરીએ તો સ્પર્ધામાં હવે ગુજ્જુ ગર્લ્સ પણ કંઈ ઓછી નથી. ગુજ્જુ યુવતીઓ પણ ગુજરાત અને તેમના ગુજરાતી પરિવારનું ગૌરવ હમેશા વધારે છે. કેયા વાઝા આદિવાસી અંતરિયાળ વિસ્તાર એવા અરવલ્લીના ભીલોડાના માંકરોડા ગામની દીકરી છે. આમ તો કેયા વાઝા ગામળાની યુવતી છે અને તેનું ભણતર સમાન્ય રીતે ભીલોડામાં જ થયું છે અને અમદાવાદ ખાતે બીએસસી પણ પૂર્ણ કરી ચૂકી છે.

પોતાની સુંદરતા વધારવા તેને વિવિધ ચઢાવો ચડ્યા અને મીસ ઈન્ડિયાના મુકામ સુધી પણ પહોચી ગઈ હતી. પરંતુ મીસ ઇન્ડિયાના ખિતાબથી દૂર રહી હતી. હમણાં મીસ ઇન્ડિયા ઈન્ટરનેશનલ 2019માં ભાગ લેવા વધુ તત્પર બની છે.

અમદાવાદ ગયા બાદ તેને પોતાની કોલેજ પુરી કર્યા પછી મૉડલિંગ પણ સ્ટાર્ટ કર્યું છે. મે મીસ ઇન્ડિયા 2019માં તેણીએ ભાગ લીધો હતો. જેમાં બે એવોર્ડ પણ તેને મળેલા છે.

આવતા સમયમાં ઈન્ડોનેશિયા મીસ ઈન્ડીયામાં ભાગ લેવા જઈ રહી છું અને આવનાર સમયમાં ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા પણ છે અને પરિવારનો મને પુરેપુરો સપોર્ટ મળી રહ્યો છે.

કેયા છેલ્લે 18મી નવેમ્બરે ઈન્ડોનેશિયામાં થનારી મીસ ઇન્ડિયા ઈન્ટરનેશનલના ફિનાલેનો હિસ્સો બનશે. અને હમણાં વિવિધ પ્રકારની એડ, ફોટોગ્રાફી આલ્બમ અને હમણાં ઉદીત નારાયણ અને શ્રેયા ઘોસાલના એક સોન્ગના આલ્બમનું શૂટ પણ કર્યુ છે.

આમ તો કેયાને બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. કેયાએ વિવિધ પ્રકારના ફોટોશૂટ પણ કર્યા છે. જે સોશિયલ મીડિયામાં વધુ ધૂમ મચાવી રહ્યા છે. કહેવા જઈએ તો કેયાનું સ્વપ્ન છે કે તે મિસ ઓબિર્ટ વલ્ડ વાઈડ પેજન્ટમાં જવાનું છે કે જેમાં 40થી 50 દેશઓની છોકરીઓ ત્યા ભારતનું પ્રતિનિધિત્વ કરશે તો આ સિવાય મુવીમાં પણ કામ કરવાની ઈચ્છા પણ ધરાવે છે.

Related posts

आलिया भट्ट ने शुरू की फिल्म सड़क २ की शूटिंग

aapnugujarat

પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ કોર્ટે શર્લિન ચોપડાની જામીન અરજી ફગાવી

editor

કરીના ‘દબંગ- ૩’માં આઇટમ સોંગ નહીં કરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1