Aapnu Gujarat
બ્લોગ

શું તમારી ગાડી જરૂરત કરતાં વધારે ફ્યુઅલ ખાય છે? અપનાવો આ ટિપ્સ અને વધારો એવરેજ

દરરોજ વધતા જતા પેટ્રોલ તથા ડીઝલના ભાવને કારણે દરેક માણસ ગાડી ખરીદતા સમયે તેની એવરેજ વિશે જરૂર પુછે છે. મોટાભાગે કાર ખરીદતા પહેલા લોકો કારની એવરેજની પણ વધારે ચિંતા કરતા હોય છે. કારની એવરેજને લઇને લોકો એક બીજાની સલાહ પણ લેતા હોય છે કે કારની એવરેજ વધારવા તેઓ બહુ બધી તકલીફ પણ વેઠે છે. અહીં અમે તમને ગાડીની એવરેજ વધારવાની કેટલીક રીતો આપીશું. આ રીતની મદદથી તમે તમારી ગાડીની એવરેજ પહેલા કરતા જરૂરથી વધારી શકશો. આવો તો જાણીએ કેટલીક રીત

• ગાડીના ક્લચ ઉપર વધુ પડતું જોર આપશો નહિ : ગાડી ડ્રાઈવ કરતા સમયે ક્લચ પર વધારે જોર આપવું નહીં. ક્લચ ઉપર વધારે જોર આપવાથી કારનું ફ્યુઅલ વધારે વપરાઈ જાય છે. ક્લચ પર વધારે દબાણ આપવાથી ક્લચ ફેલ પણ થઈ શકે છે.

• ટ્રાફિકમાં હમેશા ગાડી બંધ કરી દો : જો તમે વધુ ટ્રાફિક જામમાં છો તો, ગાડીની ઈગ્નિશન સ્વિચ હંમેશા બંધ કરી દો. તેનાથી ફ્યુઅલની બચત થશે. ટાયરમાં એક પ્રકાની હવા પૂરો. ટાયરમાં ક્યારેક વધારે ક્યારેક ઓથી હવા ભરવાથી ફ્યુઅલ વધારે વપરાઈ જાય છે.

• એન્જિનની ક્ષમતાના હિસાબે ગેયરની અદલાબદલી કરો : ગાડીની એન્જિનની ક્ષમતા પ્રમાણે ગેયર બદલો, જો તમે તમારા એન્જિનની ક્ષમતા વગર વધારે ગેયરમાં ગાડી ચલાવશો તો એન્જિનની સાથે ફ્યુઅલ ઉપર પણ ઘણી વધુ અસર પડશે.

• અમુક સમય પછી ગાડીની સર્વિસ કરાવતા રહેવું : અમુક નક્કી સમય પછી ગાડીની સર્વિસ જરૂરથી કરાવો. ગાડીની સર્વિસના લીધે એવરેજ ક્ષમતા સારી રહે છે. સમયસર કારની સર્વિસ કરાવવાથી કારના આયુષ્યમાં પણ ઘણો વધારો થાય છે.

Related posts

સ્ત્રીઓ જલેબીના ગુંચળા જેવી હોય….લગનના વર્ષો વીતી જાય તો ય સમજાય જ નહી કે એને શું ગમશે ને શું નહી ગમે ?એને ક્યારે કઈ વાત ઉપર ખોટું લાગી જશે એ ખબર જ ના પડે….ને આપણે પુરુષો બધી વાતમાં ફાફડા જેવા સીધા….એટલે જ જલેબીની સાથે ફાફડા ખવાય.એક ગરબડ તો બીજું સીધું પેટમાં નડે નહી

editor

भारतीय भाषाओं की विजय

aapnugujarat

થિયેટરમાં એક ખુરશી ખાલી છોડીને બેઠા હોય અને તો ય વાતો ખૂટતી ના હોય ….! અલ્યા કોઈ પોતાની પત્ની સાથે આટલી બધી વાતો કરે ખરું …?? પારકી સ્ત્રીનો જ એકે એક શબ્દ ગઝલ જેવો લાગે વા’લા….બાકી પત્નીનો તો એકે એક શબ્દ ભાષણ જ લાગે

editor

Leave a Comment

UA-96247877-1