Aapnu Gujarat
મનોરંજન

કરીના ‘દબંગ- ૩’માં આઇટમ સોંગ નહીં કરે

સલમાન ખાન અભિનિત ફિલ્મ ’દબંગ૩’ને લઇને હાલ ચર્ચામાં છે. છેલ્લે એવી વાત હતી કે આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કરીના કપૂર એક આઇટમ સોંગ કરતી નજરે ચઢશે. પરંતુ હવે એવી વાત છે કે, કરીના આ ફિલ્મમાં ઠુમકા લગાવાની નથી.
ફિલ્મના નિર્માતા અરબાઝ ખાને ‘દબંગ ૩’માં કરીના કપૂર આઇટમ સોંગ કરવાની છે, એ સમાચારને રદિયો આપ્યો હતો. નિર્માતાએ જણાવ્યું હતું કે, ‘દબંગ ૩’ માટે અમે કરીના કપૂરનો સંપર્ક કર્યો નથી.’’ આ ફિલ્મનું શૂટિંગ આ વરસના એપ્રિલથી શરૂ કરવાની યોજના છે.
સોનાક્ષી સિંહાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, ‘દબંગ ૩ માટે હું ઉત્સાહિત છું. આ ફિલ્મમાં કામ કરવું એ મારા માટે ‘ઘર વાપસી’ સમાન છે.’’ આ ફિલ્મને અરબાઝ નિર્માણ કરશે અને ડાયરેકટ પ્રભુદેવા કરશે.
આ ફિલ્મને આ વરસની કિસમિસમાં રીલિઝ કરવાની યોજના છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને સોનાક્ષી સિંહા મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના ખરગૌન જિલાના મહેશ્વરમાં થશે. ત્યાર બાદ ફિલ્મનું બાકીનું શૂટિંગ મહારાષ્ટ્રમાં કરવામાં આવશે.

Related posts

જાતિય શૌષણ મહિલા સુધી મર્યાદિત રહી નથી : રાધિકા

aapnugujarat

અમ્બેર હિયર્ડ અબજોપતિ ઇલોનના પ્રેમમાં : હેવાલ

aapnugujarat

પ્રિયંકા ચોપરાનું સિડનીના મેડમ તુસાદના મ્યુઝિયમમાં સ્ટેચ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1