Aapnu Gujarat
સ્વસ્થતા

વજન ઓછું કરવું છે પણ ઓછું થતું નથી? તો જમવાનો બદલી નાખો સમય પછી જુઓ ચમત્કાર

હાલનું બેઠાળું જીવનના લીધે લોકોને સૌથી વધારે ફરિયાદો વજન વધવાની થાય છે. લોકો વજન ઉતારવા માટે વિવિધ પ્રકારની રીતો અપનાવતા હોય છે. લોકો વધુને વધુ સમય જીમમાં પસાર કરે છે. તેમ છતાં પણ કેટલાક લોકોના વજનમાં વધારે પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે. તો કેટલકા લોકો જમવા ઉપર કાપ મૂકીને ભૂખ્યા રહીને વજન ઘટાડવાનો સતત પ્રયત્ન કરે છે. પરંતુ આવી બીધી રીતોથી વજન ઘટાડવામાં જોઇએ એટલું રિઝલ્ટ આપતી નથી.

વજન ઘટાડવા માટે વ્યાયામની સાથે તમારે જમવાના સમયમાં પણ થોડો બદલાવ કરવો પડશે. યોગ્ય સમય કરતાં બીજા સમયે જમવાથી તમારો વજનમાં વધારો થઈ શકે છે. ત્યારે નાસ્તો, લંચ અને ડિનર સમયસર લેવામાં આવે તો વજન ઘટાડી શકાય છે. ત્યારે આવો જોઈએ ક્યા- ક્યા સમયે ખોરાક લેવો જોઈએ. સવારે જાગો તે પછીના 2 કલાકની અંદર અંદર નાસ્તો કરી લેવો.

બપોરનું જમવાનું 2 વાગ્યા સુધીમાં અવશ્ય જમી લેવું જોઈએ. બે વાગ્યા પછી જમવાના લીધે દિવસના બાકીના જમવાના સમયમાં થોડો ફેરફાર થવા લાગે છે અને શરીરનું સંતુલનમાં પણ બદલાવ આવે છે.

સાંજનો નાસ્તો 5 વાગ્યાની નજીક કરી શકો છો. જેથી રાતના ભોજન વચ્ચે ત્રણ-ચાર કલાકનો સમય મળી શકે છે. અને રાત્રી ભોજન પણ નજીક લઇ શકાય.

રાતનું જમવાનું સુવાના ટાઈમ કરતા 3 કલાક પહેલા લઈ લેવું. જેના લીધે જમીને સીધું જ ઊંઘવાની સ્થિતિ આવી ન શકે. અને રાત્રે જામેલો ખોરાક પચવા માટેનો સમય મળી રહે. અને ભરેલા પેટે સુવું એ વજન વધવાનું પણ કારણ માનવામાં આવે છે.

Related posts

રાતે વારંવાર પેશાબ કરવા જવાથી કંટાળી ગયા છો? અપનાવો આ ઉપાય

aapnugujarat

Ready, sweat: 10 top fitness trends for 2018

aapnugujarat

કેન્સરના દર્દીઓ માટે આવ્યા સારા સમાચાર, 5 વર્ષ પહેલાં જ આ બીમારી વિશે જાણી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1