Aapnu Gujarat
સ્વસ્થતા

ક્યારેય ભૂલથી પણ ખાલી પેટે ન પીવો વધુ પાણી, થઈ શકે છે આ ગંભીર બીમારી

સામાન્ય રીતે વિશ્વ પરની દરેક વ્યક્તિએ આટલું જ પાણી પીવું જોઈએ, જેવી બહું બધી વાતો જાણવા મળે છે. પણ આપણી જરૂરિયાત કરતાં વધારે પાણી પીવું તે આપણા શરીર માટે પણ ખતરનાખ સાબિત થઈ શકે છે. સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવું તે સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમે સવારે હમેશાં પાણી પીવાની આદત પડશો તો તમારૂં પેટ હમેશા સાફ રહેશે એટલું જ નહીં તમે આખો દિવસ ફ્રેશનેસ અનુભવશો.

• વધુ પાણી પીવાથી થતાં નુકસાન

આયુર્વેદ ચિકિત્સક ડૉક્ટરનું માનવું છે કે માણસની જરૂરિયાત કરતાં વધારે પાણી પીવાથી પણ ઘણી વાર નુકસાન થાય છે. વધારે પાણી પીવાથી માણસની કિડની પર ભાર પડે છે. અને વધુ પડાતા પેશાબ જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. જમવાનું જમતી વખતે જેટલું ઓછુ પાણી પી શકાય તેટલુ ઓછુ પીવું જોઈએ. વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમની ઉણપ થાય છે. જેથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

• યોગ્ય રીતે પાણી પીવાથી થતાં ફાયદા

આ ફાયદાની સાથે તમને આ આર્ટિકલ દ્રારા અમે તમને એ પણ જણાવીશું કે પાણી પીવાથી શું નુકસાન થાય છે. પુરિયા(પસ) જેવી બીમારીથી પીડાતા લોકોને ખાલી પેટે એટલે કે બ્રશ કર્યા વગર પાણી પીવું ખુબ જ વધુ ફાયદાકારક છે. તો જે લોકોને સોજા આવી જતા હોય તે લોકો માટે પણ પાણી ફાયદાકારક સાબિત થાય છે.

જે લોકોને સવારે ઉઠતાની સાથે જ મોઢાંમાંથી વાસ આવતી હોય તો તેને પણ સવારે ઉઠીને 2 ગ્લાસ પાણી પી લેવું જોઈએ. જેથી કરીને મોઢાંમાંથી વાસ પણ ઓછી આવશે. તો જે લોકોને કબજિયાતની બિમારી રહેતી હોય છે તે લોકોને પણ સવારે ખાલી પેટ એકાદ ગ્લાસ પાણી પીવું જોઈએ. યોગ્ય રીતે પાણી પીવામાં આવે તો ચહેરા પર ચમક પણ આવે છે અને ખીલથી પણ છુટકારો  જલ્દી મળે છે. કિડનીને યોગ્ય તથા સલામત રાખવા માટે પણ પાણી પીવું જોઈએ.

આ રીતે પાણી યોગ્ય પ્રમાણમાં પીવામાં આવે તો ફિટ પણ રહી શકાય અને તંદુરસ્તી પણ સારી રહે છે. આ સિવાય બીમારીઓનો પણ વધુ સામનો કરવો પડતો નથી.

Related posts

Ready, sweat: 10 top fitness trends for 2018

aapnugujarat

રસોડાની આ પાંચ વસ્તુઓ ઝડપથી ઉતારશે તમારું વજન, અપનાવો આ ટિપ્સ

aapnugujarat

Meet The Women At The Head of The Gym Revolution

aapnugujarat

Leave a Comment

UA-96247877-1