Aapnu Gujarat
રમતગમત

ફીટ તથા તંદુરસ્ત રહેવા માટે વિરાટ કોહલી આ બધું જ ખાય છે, જાણો વધુ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના હાલના કપ્તાન વિરાટ કોહલી નો ગઇકાલે જન્મ દિવસ હતો. વિરાટ કોહલી હંમેશા ફિટનેસ અને એક્સર્સાઇઝ તથા જીમ પ્રત્યેનો પ્રેમ સૌ લોકો જાણે છે. વિરાટ કોહલી ખાવા બાબતે પણ એટલો જ રસ દાખવે છે. પરંતુ શાકાહારી બન્યા પછી તેણે પોતાનું મનપસંદ નૉન-વેજ ફૂડ અને ડેરી પ્રોડક્સ સંપૂર્ણ પણે જમવાનું છોડી દીધું છે. વિરાટ દરરોજ હેલ્દી ચીજો ખાવાનું પસંદ છે. તો આવો આર્ટિકલ ના માધ્યમ દ્વારા જાણીએ તેઓ પોતાની ફિટનેસ મેન્ટેન રાખવા માટે શું શું કરે છે.

તેઓ હંમેશા બૉટલ્ડ વૉટર પીવે છે :- પોતાના પીવાના પાણીથી વિરાટ કોહલી ખુબ જ સાવધાન રહે છે. આજ કારણથી તેઓ જ્યારે પણ ટ્રાવેલ કરે છે ત્યારે હંમેશા પેકક્ડ મિનરલ વૉટર જ હમેશા પીવાનું પહેલી પ્રયોરિતી કરે છે. તેઓ પાણી ખાસ કરીને ફ્રાન્સથી ઇમ્પોર્ટ કરાવે છે.

હેલ્દી ફેટ બધા સાથે રાખે છે :- નોર્મલ રીતે લોકો ફેટને ફિટનેસનો દુશ્મન ગણાવે છે. પણ શરીર માટે હેલ્દી ફેટ ખુબ જ અગત્યનો હોય છે. વિરાટ પોતાના ડાયટમાં વધારે ને વધારે હેલ્દી ફેટ પણ સમાવેશ કરે છે. જ્યારે પણ તેઓ પ્રવાસ કરે છે ત્યારે તેઓ નટ્સ અને બટર પોતાની સાથે જ રાખે છે.

હંમેશા પ્રોટીનયુક્ત ભરપૂર ડિનર :- આખા દિવસ દમિયાન મેદાન ઉપર પરસેવો પાડ્યા પછી તેઓ રાતે ડિનરમાં જે પણ ખાય છે તે પોષક તત્વોથી હંમેશા ભરપૂર હોય છે. આ સાથે પેટ માટે પણ તેઓ હલકો ખોરાક લે છે. વિરાટ ડિનરમાં પ્રોટીનથી ભરપૂર ચીજો જેવી કે સલાડ, સૂપ કે સામાન્ય ફ્રાય કરેલી શાકભાજીઓ ખાવાનું વધુ પસંદ છે

નટ્સ અને બ્લેક કૉફી વધુ પસંદ કરે છે :- વિરાટના કહ્યા પ્રમાણે તેઓ પોતાનો ટેન્શન દૂર કરવા માટે બ્લેક કૉફી કે નટ્સ હમેશાં ખાય છે. તેઓ સામાન્ય રીતે નાસ્તા તરીકે નટ્સ કે બ્લેક કૉફીનું સેવન કરવાથી કેલેરી ઇનટેક પણ ઓછું રહે છે. વિરાટ હંમેશા હેલ્દી અને ખુશ જોવા મળે છે.

Related posts

પૃથ્વી શૉને સમય આપો, તે વધારે રન બનાવી શકે : ગાંગુલી

aapnugujarat

અશ્વિન મુરલીધરનના ૮૦૦ વિકેટનો રેકોર્ડ તોડી શકે છે

editor

વિકેટકીપર દિનેશ કાર્તિકનો ખાસ ક્લબમાં સમાવેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1