Aapnu Gujarat
રમતગમત

વિકેટકીપર દિનેશ કાર્તિકનો ખાસ ક્લબમાં સમાવેશ

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર દિનેશ કાર્તિકનો એક ખાસ ક્લબમાં સમાવેશ થઇ ગયો છે. બુધવારે નીદાહાસ ટ્રોફીના પાંચમાં મેચમાં બાંગ્લાદેશ વિરુદ્ધ વોશિંગ્ટન સુંદરના બોલ પર કાર્તિકે લીટનને સ્ટમ્પ આઉટ કર્યો હતો. આ સાથે કાર્તિક ટી-૨૦ ક્રિકેટમાં ૫૦ સ્ટમ્પિંગ કરવા વાળો દુનિયાના ચોથો અને ભારતના બીજો વિકેટકીપર બની ગયો છે.
ભારત તરફથી ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધારે સ્ટમ્પિંગસ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. ધોનીએ ૨૭૭ મેચોમાં ૭૦ સ્ટમ્પ કર્યા છે. ધોનીએ વિકેટ પાછળ કુલ ૨૧૦ શિકાર કર્યા છે.પાકિસ્તાનના કામરાન અકમલના નામે ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધારે સ્ટમ્પ કરવાનો રેકોર્ડ છે. અકમલે ૨૧૭ ટી-૨૦ મેચોમાં ૯૨ સ્ટમ્પ આઉટ કર્યા છે. અકમલે ૧૧૮ કેચ સહીત કુલ ૨૧૦ શિકાર કર્યા છે.આમ તો આતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઇ ચુકેલા શ્રીલંકાના દિગ્ગજ વિકેટકીપર બેટ્‌સમેન કુમાર સંગાકારાના નામે ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધારે શિકાર કરવાનો રેકોડ છે પરંતુ સ્ટમ્પિંગમાં તેઓ ત્રીજા સ્થાને છે. સંગાકારાએ ૨૬૨ મેચોમાં ૧૬૪ કેચ સાથે ૨૨૪ શિકાર કર્યા છે. તે સાથે તેઓએ ૬૦ વાર સ્ટમ્પિંગ પણ કર્યા છે.

Related posts

અન્ડર-૧૭ ફિફા વર્લ્ડકપ આજથી શરૂ : કરોડો લોકો ભારે રોમાંચિત

aapnugujarat

दक्षिण अफ्रीका ने श्रीलंका को 9 विकेट से हराया

aapnugujarat

ગુજરાત ટાઈટન્સ ટાઈટલના દાવેદાર તરીકે રમશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1