Aapnu Gujarat
મનોરંજન

અમેરિકાએ જૈકી શ્રોફને આપ્યો ઇન્ટરનેશનલ એવોર્ડ

બોલિવુડમાં એવા ઓછા કલાકારો છે જેમના અભિનય અને અંદાજને લાંબો સમયથી યાદ રાખવામાં આવતો હોય. કેટલાક ફિલ્મી કલાકારોનો અંદાજ બધાથી અલગ હોય છે અને તેને કારણે જ તેઓ તેમના ચાહકોનાં દિલ પર રાજ કરતા હોય છે.પોતાના અલગ અંદાજ અને અભિનયને કારણે દર્શકોનાં દિલો પર રાજ કરતા અભિનેતા જૈકી શ્રોફ પોતાની ફિલ્મોને લઇને હંમેશા ચર્ચામાં રહ્યા છે. જૈકી શ્રોફને લોકો ‘જગ્ગુ દાદા’નાં નામથી પણ બોલાવે છે. જૈકી શ્રોફનો ટપોરી જેમ બોલવાનો અંદાજ લોકોને ઘણો જ પસંદ છે. આપને જણાવી દઇએ કે જૈકી શ્રોફને એક આતંરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.જૈકી શ્રોફને આ એવોર્ડ તેમની કોઇ બોલિવુડ ફિલ્મને કારણે નહીં, પરંતુ એક શૉર્ટ ફિલ્મને કારણે આપવામાં આવ્યો છે. જૈકી શ્રોફને તેમની શૉર્ટ ફિલ્મ ‘શુન્યતા’ માટે અમેરિકાનાં લૉસ એન્જેલસમાં બેસ્ટ ઑફ ઇન્ડિયા શૉર્ટ ફિલ્મનાં પુરસ્કારથી સમ્માનવામાં આવ્યા છે. ‘શૂન્યતા’ ફિલ્મને ચિંતન શારદાએ નિર્દેશિત કરી છે.ઉલ્લેખનીય છે કે આ શૉર્ટ ફિલ્મનો ૬ સૌથી સારી શૉર્ટ ફિલ્મમાં સમાવેશ થયો હતો જે અમેરિકામાં દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ આ ફિલ્મને એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી. એક અઠવાડિયા સુધી આ ફિલ્મને દર્શકોએ ટિકિટ ખરીદીને નિહાળી હતી અને ત્યારબાદ આ ફિલ્મથી પ્રભાવિત થયેલા નિર્ણાયકોએ ફિલ્મને બેસ્ટ જાહેર કરી હતી.

Related posts

ઝીનત અમાનનું જીવન નરક બની ગયું છે

aapnugujarat

સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મોને લઇ દુવિધા

aapnugujarat

કરીનાની ફિલ્મ વીરે ધ વેડિંગ જુનમાં રજૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1