Aapnu Gujarat
ગુજરાત

કડી નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

કડી નગરપાલિકા દ્વારા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદાર કચેરી, આરટીઓ, સમાજ કલ્યાણ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને પશુપાલન વિભાગ જેવા જુદા જુદા વિભાગ કાર્યક્રમમાં જોડાયા હતા. આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, જન્મ-મરણના દાખલા જેવી યોજનાઓની ૧૨૦૦ જેટલી અરજીઓ મળી હતી જેનો સ્થળ ઉપર ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં શહેરના ૨૪૬ નાગરિકોને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બીપી અને ડાયાબિટીસની ચકાસણી કરવામાં આવી હતી અને ૧૪૧૮ જેટલા લોકોએ લાભ લીધો હતો. કડી નગરપાલિકા પ્રમુખ શારદાપટેલ, ઉપપ્રમુખ નિલેશ નાયક, કારોબારી ચેરમેન વિષ્ણુ પટેલ, ચીફ ઓફિસર નરેશ પટેલ અને કડી તાલુકા મામલતદાર ગોસ્વામી સહિત કાર્યકમમાં ઉપસ્થિત રહી અરજદારો સાથે વિચાર-વિમર્શ કરી હાજર અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કાર્યક્રમના અંતે અગ્રણીઓના હસ્તે વિવિધ યોજનાકીય સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

અમદાવાદ જિલ્લાનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા માતાઓને કીટનાશક ટ્રિટમેન્ટ કરાવેલી મચ્છરદાનીનું વિતરણ કરાયું

aapnugujarat

રાયુપરની નાનશા જીવણની પોળમાં આનંદનાં ગરબાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

ડભોઈ શહેરમાં ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1