Aapnu Gujarat
ગુજરાત

સુરક્ષા સેતુ સેવા રથ બોડેલી તાલુકાના ગામોમાં પહોંચ્યો

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકોમાં કાયદા, સુરક્ષા બાબતે જનજાગૃતિ વધે તે અંતર્ગત સુરક્ષા સેતુ સેવા રથ આજરોજ બોડેલી તાલુકામાં આવતા બોડેલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.ડી.પટેલ સહિતનાં સ્ટાફે આવકાર આપી નક્કી કરેલ ગામોમાં એક પોલીસ જવાન સાથે મોકલી અલ્હાદપુરા, બાંગાપુરા, માકણી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સુરક્ષા સેવા રથમાં એલઇડી મારફતે શાળાના બાળકો, મહિલાઓ, યુવાનો, વૃદ્ધોને ગૃહ વિભાગના સક્ષમ અધિકારી તરફથી કાયદા અને સુરક્ષા અંગે માર્ગદર્શનને સાંભળ્યું અને નિહાળ્યું હતુ.ં આજે બીજા દિવસે સુરક્ષા સેવા રથ ચલામલી ખાતે આવી પહોંચ્યો હતો જેમાં શાળાના બાળકો, શિક્ષકો, ગામના વડીલો, યુવાનોએ નિહાળ્યો હતો રથ અને સાથે આવેલ પોલીસ જવાન શૈલેષ રાઠવા સહિત સ્ટાફને આવકાર આપવામાં આવ્યો હતો. આ રથ કાશીપુરા કોસીંદ્રા સહિત ગામોમાં જઈ લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુસર રાજ્યમાં સેવા સપ્તાહ પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે તે અંતર્ગત ઉજવણી કરી લોકોને જોડી જાગૃતતા લાવવાનો છે. ગૃહ વિભાગની કામગીરીથી જાગૃતતા લાવવાના પ્રયાસને લોકો બિરદાવી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

SC ने मंजूर की कांग्रेस की दो राज्यसभा सीटों की याचिका,बीजेपी को लगा बड़ा झटका

aapnugujarat

દલિત આગની જવાળામાં કેટલાક વિસ્તાર લપેટાયા

aapnugujarat

ગુજરાતમાં વધુ એક અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1