Aapnu Gujarat
ગુજરાત

બોડેલીનાં વિશાળી ગામમાં મહિલાની હત્યાથી સનસનાટી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વિશાળી ગામમાં કોદાળીના ઘા મારી પતિએ પત્નીની ઘાતકી હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફરાર થઈ ગયો હતો. હત્યાની ફરિયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં કરાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ અનુસાર બોડેલી તાલુકાના વિશાળી ગામનો દિલીપ પત્ની અને એક બાળકી સાથે બહારગામ મજુરી માટે રહેતાં હતાં. છેલ્લાં બે દિવસથી વિશાળી ગામમાં આવ્યો હતો. ગતરોજ કોઈ અગમ્ય કારણસર દિલીપે પત્નીને સોનલનાં દોરડા વડે હાથ બાંધી માર મારવા સાથે કોદાળીના ઘા માથા અને શરીરના ભાગે મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આરોપી દિલિપના માતા – પિતા પણ ડરના કારણે ઘર છોડીને જતા રહ્યાં છે. પોલીસે લાશનું જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

AMC gets ‘Best Civic Management of Tourist Destination’ award from Vice Prez Naidu

aapnugujarat

કડીમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની સરાહનીય કામગીરી

aapnugujarat

ગુજરાતમાં ૬૪.૧૧ ટકા મતદાન નોંધાયું છે : પંચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1