Aapnu Gujarat
ગુજરાત

કડીના રોડ-રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં

મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષ દરમ્યાન રેકોર્ડ તોડ વરસાદ વરસ્યો હતો જેમાં મહેસાણા જિલ્લામાં તેમજ કડી શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા હતા જેના કારણે ચોમાસા દરમ્યાન વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ હવે વરસાદ બંધ થતાની સાથે કડી નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ હોય એમ લાગી રહ્યું છે.
કડી નગરપાલિકાના પ્રમુખ શારદા પટેલ, ઉપ પ્રમુખ નિલેશ નાયક અને ચીફ ઓફિસર નરેશ પટેલની સૂચનાથી નગર પાલિકાના ઇજનેર પરમાર અને તેમના સ્ટાફ દ્વારા કડી શહેરના રસ્તાઓનો સર્વે કરી તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં શહેરના ભીમનાથ સ્મશાનથી વડવાળા હનુમાન મંદિર, નાયકવાસની આંગણવાડી પાસે, ટાઉનહોલ પાસે, ગોકુલધામ સોસાયટીથી શક્તિમાતાના મંદિર સુધી, ધરટીસીટીથી સુજાતપુરા રેલવે ક્રોસિંગ ફાટક સુધી, ભાગ્યોદય હોસ્પિટલથી રેલવે સ્ટેશન સુધી, ગુરુદેવનગર રિંગ રોડ, થોળ રોડ અંડરબ્રિજથી કરણનગર ફાટક સુધીના ચોમાસા દરમ્યાન તૂટેલા રસ્તાઓ મરામતની કામગીરી હાથ ધરાતા વાહન ચાલકો તેમજ નાગરિકોમાં ખુશી જોવા મળે છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ઘાટલોડિયા : આકાશગંગાના મેદાનમાંથી ભ્રુણ મળી આવ્યું

aapnugujarat

CM dedicates GUDA developmental works worth Rs. 217 crores

aapnugujarat

कांकरिया क्षेत्र में व्यापारी के पास से लाखो के कपड़े खरीदकर छेतरपींडी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1