Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ મશીન બંધ થતાં ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં જૂની સિવિલ હોસ્પિટલની સામે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગઈકાલ સાંજથી એટીએમ મશીન બંધ રહેતાં ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા હતા. મળતી માહિતી મુજબ ગઈકાલથી એટીએમ મશીન બંધ હોવાને કારણે ખાતેદારો બેંકના કામકાજ અર્થે આજે સવારે બેંકમાં લાંબી લાઈન જોવા મળી હતી સાથે સાથે બેંકના કર્મચારીઓ પણ હાજર રહેતા નથી ત્યારે અરજદારો તથા ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે વારંવાર એટીએમ મશીન બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે ચાલુ દિવસ દરમિયાન બેંકમાં લાંબી લાઈનો લાગે છે.
સરકાર એકબાજુ ડિજિટલ ઇન્ડિયા કરવા જઈ રહ્યું છે ત્યારે બેંકની સિસ્ટમ કંઈક અલગ જ દેખાય છે. એટીએમ મશીન બંધ હોવાની જાણ થતા બેંક મેનેજરને વાત કરતાં જણાવ્યું હતું કે ખાતેદારો એકસાથે મશીનમાં ચલણી નોટો નાંખે છે ત્યારે અમુક સમયે મશીન બંધ થઈ જાય છે બીજી બાજુ બેંકની હિંમતનગર માં બીજી અલગ અલગ શાખાઓમાં કેશ સ્વીકારાતી નથી જે બેંકમાં એકાઉન્ટ હોય એ જ બેંકમાં કેશ સ્વીકારવામાં આવે છે જેના કારણે હજારો ખાતેદારો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે ત્યારે તેમનું કામકાજ પૂર્ણ થાય છે. જોકે એટીએમ મશીન નિયમિત રીતે ચાલુ રહે તો ખાતેદારોને પડતી મુશ્કેલી અટકી શકે તેમ છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

ગુજરાતમાં સૌ પ્રથમ વડનગરના શર્મિષ્ઠા તળાવમાં તરણ સ્પર્ધાનું કરાયુ આયોજન

aapnugujarat

रामोल क्षेत्र में जुआअड्डा पर छापेमारी करने गई पुलिस पर हमला

aapnugujarat

છોટાઉદેપુરના ચુડેલ ગામમાં અજગર દેખાતાં હડકંપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1