Aapnu Gujarat
શિક્ષણ

ડીસાની શ્રી નવજીવન બી.એડ. કોલેજના તાલીમાર્થીઓની અનોખી પહેલ હેલ્મેટ પહેરી રસ્તા પર ઉતર્યા

ડીસાની શ્રી નવજીવન બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા લોકોની જિંદગી બચે તેવા ઉમદા હેતુથી ‘હેલ્મેટ એક સુરક્ષા કવચ‘ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના ૧૧૦ તાલીમાર્થીઓ અને અધ્યાપક હેલ્મેટ પહેરી વિશાળ રેલી યોજી હતી.
દેશમાં છેલ્લાં ૧૭ વર્ષમાં ૨૦ લાખ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. દર ત્રણ કલાકે ૧૮૫ લોકો મોતને ભેટે છે ત્યારે લોકો મોટર વિહિકલ એક્ટના કાયદા પ્રત્યે જાગૃત બને તેવા ઉમદા હેતુથી નવજીવન એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નવજીવન બી.એડ. કોલેજના તાલીમાર્થીઓએ ડીસા ખાતે એક વિશાળ “હેલ્મેટ એક સુરક્ષા કવચ” જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. રેલીનું પ્રસ્થાન હિતેશ ઠક્કર, નવજીવન બી.એડ કોલેજના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, કોલેજના આચાર્ય ટીના સોની, પ્રોફેસર પ્રફુલ પટેલ, પ્રોફેસર અમિત સોલંકી, પ્રોફેસર નિરવ પરમાર, પ્રોફેસર જયેશ ઠક્કર, પ્રોફેસર સોનલ પ્રજાપતિ તથા સમગ્ર સ્ટાફ જોડાયો હતો. તમામ તાલીમાર્થીઓએ હેલ્મેટ પહેરી આ રેલી નવજીવન બી.એડ. કોલેજથી ગાયત્રી મંદિર, જલારામ મંદિર રોડ ,મામલતદાર કચેરી રોડ, બગીચા સર્કલ, ફુવારા સર્કલ, મેઇન બજાર , જુના બસ સ્ટેન્ડ, સ્પોર્ટ ક્લબથી ગાયત્રી મંદિર થઈ પરત ફરી હતી. આ રેલીને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં.
‘એક દો તીન ચાર હેલ્મેટ પહેરો વારંવાર’, ‘કરના હૈ બહુત કામ પર સુરક્ષા પે દો અપના ધ્યાન’ વગેરે જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી સમગ્ર ડીસા શહેરમાં ફરી જનજાગૃતિનું સુંદર કાર્ય કર્યું હતું. આ બાબતે આચાર્ય ટીના સોનીએ જણાવ્યું કે લોકોની જીંદગી બચે, લોકો હેલમેટ પહેરે, લોકો સીટ બેલ્ટ બાંધે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી બાબતે પ્રોફેસર અમિત સોલંકીએ જણાવ્યું કે રોડ અકસ્માતમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે લોકો મોટરસાઇકલ વ્હીકલ એક્ટના કાયદા પ્રત્યે જાગૃત બને તેવા ઉમદા હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

RTE હેઠળ ૧૭૮૭૩ને અમદાવાદમાં અપાયેલો પ્રવેશ

aapnugujarat

નવરાત્રિ વેકેશનને લઇ ધો.૯થી ૧૨ની પરીક્ષામાં ફેરફાર થવાની શક્યતા

aapnugujarat

कक्षा-१२ साइंस पूरक परीक्षा का परिणाम ३५.६१ प्रतिशत घोषित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1