Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં અકસ્માત : બેનાં મોત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહાવીર નગર જૈન દિગંબર વાડીની સામે નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી ચાલુ હતી તે દરમિયાન નગરપાલિકાનું ટ્રેક્ટર ઊભું હતું તે સમયે ખેડ તસિયા રોડ ઉપરથી મહાવીર નગર એકટીવા ઉપર જતાં બે યુવાનો નગરપાલિકાના ટ્રેકટર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક લોકોએ ૧૦૮ને ફોન કરતા તાત્કાલિક ૧૦૮ આવી જતા બંને ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને બીજા વ્યક્તિને હોસ્પિટલ લઇ ગયા બાદ મોત નીપજ્યું હતું. ગઈકાલે નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શહેરના ખેડ તસિયા રોડ ઉપર ચાલતી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. વધુમાં શહેરના સ્થાનિક લોકો માની રહ્યા છે કે નગરપાલિકાના ટ્રેકટર પાછળ કોઈપણ પ્રકારના રેડિયમ લગાવાયા ના હતા અને ટ્રેક્ટરની આગળ પાછળ વાહનની રજીસ્ટ્રેશન નંબર પ્લેટ પણ લગાવેલ ન હતી. ટ્રેક્ટર ચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો તેવું શહેરમાં લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ આવી પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

બોટાદ પોલીસ તથા સુવર્ણ કાર સુરક્ષા સેતુ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો

editor

ભાભરનાં ખેડૂતોએ કેનાલની સફાઇ હાથ ધરી

aapnugujarat

पीएम मोदी से मतभेद खत्म करने तोगड़िया की अपील 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1