Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા વિધુત બોર્ડના કર્મીઓને આરોગ્યલક્ષી માહિતી અપાઈ

દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા દિયોદર ઠાકોર બૉર્ડિંગ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર યુ.જી.વી.સી એલ. વિધુત બોર્ડના તમામ હેલ્પર તેમજ કર્મચારીઓને આરોગ્ય વિષે માહિતગાર કરવામાં આવ્યાં હતાં જેમાં ઈલેક્ટ્રિક દ્વારા એકાએક કરંટ લાગવાથી હૃદય ધબકતું બંધ થાય ત્યારે શું કરવું તે અંગે દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસ દ્વારા માણસને આ સમયે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર અન્ય કર્મચારી દ્વારા કેવી રીતે હૃદય ધબકતું કરવું અને માણસને કઈ રીતે બચાવી શકાય તે અંગે પ્રેક્ટીકલ બતાવી માહિતીગાર કરવામાં આવ્યાં હતાં. આ બાબતે ઓફિસર બ્રિજેશ વ્યાસે જણાવેલ કે વિધુત બોર્ડના કર્મચારીઓને આજે એક વર્કશોપ દ્વારા ગંભીર ઘટના સમયે માણસ અન્ય માણસને કઈ રીતે બચાવી શકે તે અંગેની માહિતી આપવામાં આવી છે. કાર્ડિયોપલ્મોનરી રીસસીટેસન અર્થાત સીપીઆર કહેવામાં આવે છે જે અંગે કર્મચારીને માહિતીગાર કરવામાં આવ્યાં છે અને અન્ય આરોગ્યવિષયક માહિતગાર કરવામાં આવ્યા છે જેમાં મોટાભાગના કર્મચારી હાજર રહ્યા હતા.
તસ્વીર/ અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા

Related posts

નવા સંસદ ભવનનું ઉદ્‌ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ : રાહુલ

aapnugujarat

કુંભ : માઘ પુર્ણિમાના દિવસે કરોડો શ્રદ્ધાળુઓની ડુબકી

aapnugujarat

વિકાસની સાથે શાંતિ અને સદ્‌ભાવના જરૂરી : નીતિશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1