Aapnu Gujarat
રમતગમત

દિયોદરની વડીયા પ્રાથમિક શાળાની બહેનોએ કબડ્ડીમાં દબદબો જાળવ્યો

બનાસકાંઠા જીલ્લામાં ૨૦૧૯ ખેલ મહાકુંભમાં ફરી એક વખત દિયોદર તાલુકાની વડીયા પ્રાથમિક શાળાની બહેનોએ કબડ્ડીમાં દબદબો જાળવી રાખ્યો છે. જીલ્લાની તમામ ટીમોને પરાસ્ત કરી ફાઈનલમાં થરાદની ટીમ સામે જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે.
ગત મંગળવારે ખેલ મહાકુંભ અંતગર્ત પાલનપુર આશ્રમ શાળા ખાતે બહેનોની કબડ્ડી સ્પર્ધામાં વડીયા પ્રાથમિક શાળાની બહેનોએ પણ ભાગ લીધો હતો જેમાં અંડર -૧૪માં એકતરફી રમત બતાવી જીલ્લાની તમામ હરીફ ટીમોને પરાસ્ત કરીને ફાઈનલ થરાદ સામે ૩૦-૦૨થી જીતી કબડ્ડી અંડર – ૧૪ ઈન્વેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વડીયા પ્રાથમિક શાળાની કબડ્ડીની બહેનો ખેલ મહાકુંભ ૨૦૧૭માં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ અને ૨૦૧૮માં રાજ્યકશ્રાએ સિલ્વર મેડલ લઇને પહેલાથી જ રાજયકક્ષાએ પોતાની આગવી ઓળખ મેળવી લીધી છે. શાળાની બહેનો છેલ્લાં બે વર્ષથી એસ.જી.એફ.આઈ. અંતર્ગત નેશનલ રમતોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને સમગ્ર જીલ્લાનું ગૌરવ વધારેલ છે ત્યારે હવે આ ટીમ રાજ્ય લેવલે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ લેવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે જેમાં છેલ્લાં ૩ વર્ષથી આ ટીમને તેયાર કરવામાં કોચ શિક્ષક વિક્રમસિંહ રાજપૂત અને શાળાના શિક્ષક વિકાસ દરજીનો મહત્વનો ફાળો રહેલ છે. સમગ્ર વડીયા ગામનાં લોકોએ પણ ટીમને શુભેચ્છા પાઠવી છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

पीकेएल : पटना पायरेट्स को हराकर प्लेऑफ में पहुंचा यू-मुम्बा

aapnugujarat

નેપિયર વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ પર વિજય

aapnugujarat

भारत के खिलाफ किस्मत हमारे साथ नहीं थी : मुर्तजा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1