Aapnu Gujarat
ગુજરાત

સણાદરમાં મા અંબાનાં મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

દિયોદર તાલુકાનાં સણાદર ગામમાં મા અંબા બિરાજમાન છે જેને મિનિ અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાદરવી ચૌદશ અને પૂનમના દિવસે આ ધામ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. માઈ ભક્તો જય અંબે ના નારા સાથે જગતજનની મા અંબાના ચરણોમાં પહોંચ્યાં હતાં. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પહોંચ્યા છે. જોકે ભક્તોને તકલીફ ના પડે એ માટે સેવાભાવી લોકો દ્વારા અલગ અલગ સ્થળો પર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યાં છે અને સેવા કરવામાં આવે છે. આ કેમ્પમાં ચા-પાણી, નાસ્તા અને મેડિકલ જેવી સેવા ભક્તોને પૂરી પાડવામાં આવે છે. મોટી સંખ્યામાં માઇ ભકતોએ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે.


(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

વિસનગરમાં ભાજપ અનુસુચિત જાતિ મોરચાની કારોબારી બેઠક મળી

editor

ડીસા ખાતે લિંબચ યુવા સંગઠન દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું

aapnugujarat

નેતન્યાહુએ પણ મોદીને બે અનોખી જીપો ભેટ આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1