Aapnu Gujarat
ગુજરાત

ચિલોડા – હિંમતનગર હાઈ-વે – ૮ પરનો રોડ બિસ્માર હાલતમાં

ચિલોડા હિંમતનગર નેશનલ હાઈ-વે નંબર ૭ પરનો રોડ છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકોને અકસ્માતનું આમંત્રણ આપી રહ્યો તેમ જણાય છે. હાલમાં અમદાવાદથી શામળાજી નેશનલ હાઈવે પર સીકસ લેન રોડ તથા ઓવર બ્રીજ બનવાનું કામ ચાલુ છે. સમગ્ર પંથકમાં ભારે વરસાદને કારણે રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે અને વાહન ચાલકોને પોતાનું વાહન લઇ જવું પણ જોખમી બની રહ્યું છે. આ અગાઉ મસમોટા ખાડાને લઈ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે અને મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાની હદમાં આવતા નેશનલ હાઈવે ૮ ઉપર કોઈપણ જગ્યાએ ડાઇવર્ઝનનાં બોર્ડ મારવામાં આવેલ નથી અને રાત્રિના સમયમાં સ્પષ્ટપણે નિહાળી શકાય તેવા પ્રકારના રિફ્લેક્ટએડ પણ મારવામાં આવેલ નથી. આ અંગે વાહન ચાલકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. સ્થાનિક લોકોએ પણ તંત્રને આ બાબતે વારંવાર રજૂઆત કરી છે પણ તંત્ર આ બાબતે ચુપ બેઠું છે. મિડિયાએ આ બાબતને લઈ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને વાત કરતા જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને ખાતાકીય નોટિસ આપી જણાવવામાં આવ્યું છે રસ્તા પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકો અકસ્માત સર્જાશે તો પોલીસ કોન્ટ્રાક્ટર ઉપર મનુષ્ય વધનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાંતિજ પાસે આવેલા કતપુર ટોલ બુથ ઉપર પણ રોડની હાલત બિસ્માર હોવા છતાં પણ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને આ અંગે સ્થાનિક લોકોએ સરકારમાં પણ જાણ કરી હોવાથી હજુ સુધી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે શું હવે સરકાર ગંભીરતાથી આ અંગે યોગ્ય નિર્ણય લેશે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.


(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

માંડલના નાનાઉભડા ગામના કોટડા વિસ્તારના ૧૫૦ અસરગ્રસ્તોનુ પ્રાથમિક શાળામાં સ્થળાંતર : ફૂડપેકેટ નું વિતરણ કરાયું

aapnugujarat

વિવિધ પ્રોજેક્ટના ઉદ્‌ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્તથી ગુજરાતના વિકાસની ગતિ વધુ તેજ બનશે : ભરત પંડયા

aapnugujarat

સુરતમાં દીકરાએ બાપની હત્યા કરી

editor

Leave a Comment

UA-96247877-1