Aapnu Gujarat
ગુજરાત

વિવિધ પ્રોજેક્ટના ઉદ્‌ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્તથી ગુજરાતના વિકાસની ગતિ વધુ તેજ બનશે : ભરત પંડયા

ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતની બે દિવસીય મુલાકાત ગુજરાત માટે ખૂબ જ ફળદાયી નીવડી છે.
આશરે ૧૨૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના ઉદ્‌ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્તના પગલે ગુજરાતના વિકાસને વધુ વેગ મળશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતની મુલાકાતના પગલે પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને જનતામાં પણ અનેરા ઉત્સાહનો સંચાર થયો છે.
પાર્ટીના કાર્યકર્તાઓને અને કચ્છ અને અમદાવાદની જનતા દ્વારા ગાંધીધામ અને અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના ગુજરાત આગમનને પગલે ભાજપના કાર્યકર્તાઓ પણ વાઈબ્રન્ટ બન્યા છે તેમ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું છે.
પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમોવારે કચ્છના ગાંધીધામમાં કંડલા પોર્ટના આશરે એક હજાર કરોડ રૂપિયાના ૬ પ્રોજેક્ટસનો શિલાન્યાસ, ઉદ્‌ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ કંડલા પોર્ટનો લાભ છેવાડાના માનવીને મળશે ત્યારે છેવાડાના માનવીના ઉદ્ધારક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નામે કંડલા પોર્ટનું નામકરણ કરવાનું સૂચન કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી છે.
ભચાઉમાં નર્મદાનું પાણી પહોંચાડતા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ અને ભુજમાં રૂ. ૪૦ કરોડના ખર્ચે એરપોર્ટ જેવું બસપોર્ટનું ખાતમુહુર્ત કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને નવી ઉંચાઈઓ આપી છે તેમ પંડયાએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વ્યકિતત્વના કારણે સમગ્ર વિશ્વમાં ભારતનું માન-સન્માન વધ્યું છે જેના પગલે દેશમાં પ્રથમ વખત ગુજરાત ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સભા યોજાઈ છે. આ સભામાં આશરે ૮૧ દેશોના ૩,૦૦૦ જેટલા ડેલીગેટ્‌સ ઉપસ્થિત રહ્યા છે ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ વૈશ્વિક છબી ગુજરાત સહિત સમગ્ર દેશને લાભ થશે. વાર્ષિક સભામાં સેનેગલ-બેનીન, આઈવરી કોસ્ટ, ઘાના તથા કોમોરોઝના રાષ્ટ્ર પ્રમુખો સહિત ઉપસ્થિત ૮૧ દેશોના ડેલીગેટ્‌સ ગુજરાતની એક આગવી ઓળખ લઈને આફ્રિકન દેશોમાં જશે જેથી ગુજરાત અને દેશના વિકાસની ચર્ચા સમગ્ર વિશ્વમાં થશે જેનો ખૂબ મોટો લાભ હિન્દુસ્તાનને થશે. ભારતને ફરી એકવાર વિશ્વગુરૂ તરીકે પ્રસ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આ ઐતિહાસિક પગલું દેશની ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તેમ અંતમાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું.

Related posts

એક્ટિવ મિડિયા ગ્રૂપ હિંમતનગર દ્વારા આયોજિત ત્રિદિવસીય સારવાર કેન્દ્ર ખુલ્લુ મુકાયું

aapnugujarat

જુનાગઢમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો

aapnugujarat

દલિતો પર અત્યાચાર પ્રશ્ને રાજયપાલ સમક્ષ રજૂઆત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1