Aapnu Gujarat
શિક્ષણ

કાંકરેજની ભદ્રવાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ યોજાયેલ ખેલમહાકુંભમાં ભાગ લીધો

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તેનાથી છેવાડાના ગામોમાં રહેતા બાળકો પણ પોતાની પ્રતિભા સાબિત કરી શકે. આ વર્ષે તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ થરા ઓગડ વિદ્યા મંદિર ખાતે બી.ડી.ચૌધરીના માર્ગદર્શન નીચે યોજાયો હતો જેમાં ભદ્રેવાડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કિંજલ ઠાકોર ખેલ મહાકુંભમાં અંડર-૧૪માં ૪૦૦ મીટર દોડ અને ઉંચીકુદમાં તાલુકા કક્ષાએ પ્રથમ અને વસન ઠાકોર, અલ્પેશ ઠાકોર બંને વિદ્યાર્થીઓ અંડર-૧૪માં ૨૦૦ મીટર દોડમાં અનુક્રમે બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરી શાળા અને ગામના ગૌરવમાં વધારો કરેલ. શાળાના શિક્ષકો અને આચાર્યશ્રીએ ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા.ધીરજસિંહ સોલંકી અને અશોક પટેલે ખેલાડીઓને અંગત રસ ધરાવીને તૈયાર કર્યા હતા. આગામી જિલ્લા કક્ષાએ પણ શાળાનું નામ કિંજલ રોશન કરશે એવું આચાર્યશ્રીએ જણાવ્યું હતું.
(તસવીર/ અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

IELTSનો સ્કોર નબળો હોય તો ચિંતા ન કરો, હવે સિંગલ મોડ્યુલને રિટેક કરી શકાશે

aapnugujarat

ધોરણ-૧૨ની પરીક્ષા લેવાશે : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

editor

ધો. ૧૦-૧૨નાં વિદ્યાર્થીઓનાં ઘરે આવી જશે માર્કશીટ

editor

Leave a Comment

UA-96247877-1