Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરનાં ગ્રામ્ય વિસ્તારોમાં યુ.જી.વી.સી.એલ ની બેદરકારી આવી સામે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય વિસ્તારોમાં યુ.જી.વી.સી.એલ.ની બેદરકારીના કારણે ઇલેક્ટ્રિક થાંભલા ઉપર ઝાડના વેલા થાંભલા ઉપર ચઢી ગયા છે, જાણે ઇલેક્ટ્રીક થાંભલાએ લીલી ચાદર ઓઢી હોય તેવું પહેલી નજરે નિહાળી શકાય છે.હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાઈટ ગુલ થવાના બનાવો વારંવાર બની રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે યુ.જી.વી.સી.એલ.ની હિંમતનગર મુખ્ય કચેરી ખાતે કમ્પ્લેન માટે જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે ટેલિફોનિક કર્મચારી દ્વારા અસંતોષકારક જવાબ મળે છે રાત્રિના સમયમાં લાઈટ ગુલ થાય છે ત્યારે તંત્ર દ્વારા બે ચાર કલાક બાદ લાઈટનો પ્રવાહ જીવિત થાય છે, આવા કારણોસર સ્થાનિકોને પણ મુશ્કેલી જણાતી હોય છે. આ રીતના વેલા થાંભલા ઉપર ચઢી ગયા છે ત્યાં સુધી તંત્ર ઊંઘતું હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં આવા પ્રકારનાં વેલા ઇલેક્ટ્રિક થાંભલા ઉપર ચઢી ગયા છે. જો તંત્ર દ્વારા તમામ ઇલેક્ટ્રીક પોલ લાઈનો ચેક કરવામાં આવે તો ઘણાં બધાં આ પ્રકારના વેલા થાંભલા ઉપર મળી આવે તેમ છે હવે જોવું રહ્યું ભર ઊંઘમાંથી તંત્ર ક્યારેય જાગીને દોડતું થશે.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, સાબરકાંઠા)

Related posts

बारिश का सर्वत्र विराम : ३८ तहसीलों में बारिश

aapnugujarat

राजपुत समाज के संमेलन में एक लाख लोग उपस्थित

aapnugujarat

સાત દિવસમાં પરવાનાવાળા હથિયારો સંબંધિત પોલીસ મથકમાં જમા કરાવી દેવા વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1