Aapnu Gujarat
ગુજરાત

થરામાં ઠેર ઠેર ગણપતિ દાદાનું આગમન

સમગ્ર દેશમાં દિવસે દિવસે ગણેશ ઉત્સવનો મહિમા વધતો જાય છે. પહેલા મહારાષ્ટ્રમાં ગણપતિ દાદાનો બહુ મહિમા જોવા મળે હતો ત્યારે હવે ગણપતિ દાદનો મહિમા ગુજરાતનાં દરેક શહેરમાં તેમજ ગામડે ગામડે મહોલ્લે મહોલ્લે જોવા મળે છે. થરામાં ભાદરવા સુદ ચોથને સોમવારે અને ગણેશ ચતુર્થીના દિવસે તખતપુરા સોસાયટીમાં ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારે ૧૧.૩૦ વાગ્યે ડીજેના તાલે અબીલ ગુલાલ ઉડાડી દરેક ભક્તો હર્ષોલ્લાસ તથા વાજતે ગાજતે ગણપતિ દાદાની શોભાયાત્રામાં જોડાયા હતાં તેમજ ડીજેના તાલે રાસ ગરબા તેમજ ગણપતિ બાપા મોરિયા ઘીમાં લાડુ ચોરીયા ના નાદથી ઝુમી ઉઠ્યા હતાં.ચાર દિવસ ગણપતિ દાદાની સવાર – સાંજ આરતી પૂજા અર્ચના કરવામાં આવે છે. રાત્રે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. ભાદરવા સુદ સાતમના દિવસે સવારે ગણપતિ દાદાનું વાજતે ગાજતે થરા થી ભક્તો વિશ્વેશર જઈને નદીમાં પધરાવીને વિસર્જન કરવામા આવે છે ત્યારે આ ગણપતિ દાદાના ઉત્સવમાં સેવાકાર્ય તરીકે કંચનબેન હરેશભાઈ ત્રિવેદી, કમળાબેન સુરેશભાઈ ત્રિવેદી, ગોપાલ કરશનભાઇ ચૌહાણ તેમજ તખતપુરા સોસાયટીના ભક્તો સારી સેવા આપે છે ગણપતિ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

તસવીર/અહેવાલઃ મોહંમદ ઉકાણી,કાંકરેજ બનાસકાંઠા

Related posts

બિનઅનામત આયોગની નીતિ કેબિનેટમાં નક્કી થવાના સંકેત

aapnugujarat

મોદી-રૂપાણીના પંતગ ઉડાવી પાટીદારો દ્વારા સ્વાગત કરાયું

aapnugujarat

વિરમગામ શહેરમાં રામમહેલ મંદિરથી ભગવાન જગન્નાથની ૩૫મી રથયાત્રાની તડામાર તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1