Aapnu Gujarat
શિક્ષણ

દિયોદરના ભેંસાણા ગામની રખમા ચૌધરીએ ક્લાસ-૨ પરીક્ષા પાસ કરી

તાજેતરમાં લેવાયેલ CDPO GPSC CLASS -2ની પરીક્ષામાં ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાંથી અનેક દીકરીઓ પાસ થઈ છે જેમાં દિયોદર તાલુકાના ભેંસાણા ગામની આંજણા ચૌધરી સમાજની દીકરી રખમા દેવાભાઈ ચૌધરી ૫૬માં રેન્ક પર પાસ થતાં સમગ્ર દિયોદર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. રખમા દેવાભાઈ ચૌધરીએ દિવ્યાંગ હોવા છતાં સખત મહેનત અને પુરુષાર્થ કરી અગાઉ પણ અનેક પરીક્ષાઓ પાસ કરી હતી, સાથે સાથે મહેનત ચાલુ રાખતા આજે વર્ગ ૨ની પરીક્ષા પાસ કરી છે. પરિવાર તરફથી હંમેશા તેમને પ્રોત્સાહિત કરી હિંમત આપવામાં આવતી હતી. આ દીકરીએ સી.ડી.પી.ઓ.ની પરીક્ષા પાસ કરી સમગ્ર દિયોદર સહિત બનાસકાંઠા જિલ્લાનાં ચૌધરી સમાજનું ગૌરવ વધાર્યું છે તે બદલ સમગ્ર તાલુકો તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ દિયોદર)

Related posts

૫રીક્ષાઓમાં ગે૨રીતિ રોકવાનું કામ શિક્ષણને ગુણવત્તાયુકત બનાવવાનું છે, આ ૫દ્ધતિને વધુ સંગીન બનાવી આ૫ણે સમાજની સેવા કરીએ : શિક્ષણ મંત્રી

aapnugujarat

સીએ વિદ્યાર્થીને રોજગારીની તકો : અનેક કાર્યક્રમ યોજાશે

aapnugujarat

DPS- Bopal organises SRIJAN 2019 interschool extravaganza

aapnugujarat

Leave a Comment

UA-96247877-1