Aapnu Gujarat
બિઝનેસ

ગોલ્ડ ઇટીએફ સ્કીમથી રોકાણકારોની પીછેહઠ

મૂડીરોકાણકારો ગોલ્ડ એક્સચેંડ ટ્રેડેડ ફંડમાંથી બહાર નિકળી રહ્યા છે. મળેલી માહિતી મુજબ વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ બે મહિનામાં જ ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડમાંથી મૂડીરોકાણકારોએ ૧૩૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ગોલ્ડ ઇપીએફ સેગ્મેન્ટમાં કારોબાર છેલ્લા ચાર નાણાંકીય વર્ષમાં ઉતારચઢાવવાળો રહ્યો છે. ૨૦૧૫-૧૬, ૨૦૧૪-૧૫, ૨૦૧૩-૧૪માં ક્રમશઃ ૯૦૩ કરોડ, ૧૪૭૫ કરોડ, ૨૨૯૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા છે. અલબત્ત ૨૦૧૬-૧૭માં નાણા પરત ખેંચવાની ગતિ અગાઉના ત્રણ વર્ષની સરખામણીમાં ધીમી પડી છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ મહિનામાં ગોલ્ડ લિંક્ડ ઇટીએફમાંથી ૬૬ કરોડ રૂપિયા અને મે મહિનામાં ૭૧ કરોડ રૂપિયા પાછા ખેંચાયા છે આની સાથે જ કુલ આંકડો ૧૩૭ કરોડ ઉપર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં આ આંકડો વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મૂડીરોકાણકારો ગોલ્ડ ઇટીએફને લઇને હવે ઉદાસીન બન્યા છે.

Related posts

હવે પીએનબી બ્રેડી હાઉસ શાખામાં વધુ એક કૌભાંડ

aapnugujarat

ફ્રાન્સને પછાડી ભારત દુનિયાની છઠ્ઠા નંબરની મોટી અર્થવ્યવસ્થા બની

aapnugujarat

दुनिया के 5वें अमीर व्यक्ति बने मुकेश अंबानी

editor

Leave a Comment

UA-96247877-1