Aapnu Gujarat
બિઝનેસ

કુલ ૪ કંપનીઓની મૂડીમાં ૩૬,૭૭૨ કરોડનો ઘટાડો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્તરીતે ૩૬૭૭૧.૭ કરોડનો ઘટાડો થયો છે. આઇટીસી અને ટીસીએસની માર્કેટ મુડીમાં સૌથી વધારે ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન જે કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે તેમાં ટીસીએસ, આઇટીસી, ઇન્ફોસીસ અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. બીજી બાજુ આરઆઇએલ, એચડીએફસી બેંક, એચડીએફસી , એચયુએલ, એસબીઆઇ અને મારૂતિની માર્કટ મુડીમાં વધારો થયો છે. છ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્તરીતે ૨૯૮૫૭.૭ કરોડનો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આઇટીસીની માર્કેટ મુડીમાં ૧૫૭૩૦.૮૬ કરોડનો ઘટાડો થતા તેની મુડી ઘટીને ૩૭૧૯૫૨.૮૭ કરોડ થઇ ગઇ છે. તેની મુડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મુડીમાં ૧૦૧૬૭.૪૧ કરોડનો ઘટાડો થયો છે. જેથી તેની મુડી ઘટીને ૪૯૪૬૨૬.૬૭ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ઓએનજીસીની માર્કટ મુડીમાં ૬૦૯૫.૭૯ કરોડનો ઘટાડો થતા તેની માર્કટ મુડી ઘટીને હવે ૨૧૭૦૭૪.૧૭ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મુડીમાં ૪૭૭૭.૬૪ કરોડનો ઘટાડો થતા તેની મુડી ઘટીને હવે ૨૧૭૮૯૯.૬૬ કરોડ થઇ ગઇ છે. જે કંપનીઓની માર્કેટ મુડીમાં ઉછાળો રહ્યો છે તેમાં મારૂતિમાં સૌથી વધારે ૧૦૧૭૨.૫૪ કરોડનો વધારો થયો છે. તેની માર્કેટ મુડી હવે વધીને ૨૨૫૦૭૯.૮૫ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડી ૭૯૮૯.૦૩ કરોડ વધીને ૪૨૮૧૯૬.૩૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે એચડીએફસીની માર્કેટ મુડી ૫૫૨૩.૦૭ કરોડ રૂપિયા વધીને ૨૬૧૪૨૭.૮૮ કરોડ થઇ ગઇ છે. આરઆઇએલ દ્વારા છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૩૪૯૫.૩ કરોડ ઉમેરી દેવામાં આવ્યા છે. જેથી તેની માર્કેટ મુડી હવે વધીને ૪૩૪૨૨૯.૦૯ કરોડ થઇ ગઇ છે.
શેરબજારમાં છેલ્લા સપ્તાહ દરમિયાન ભારે ઉતારચઢાવની સ્થિતી રહી હતી. કારણ કે સ્થાનિક અને કેટલાક વિદેશી પરિબળ જોવા મળ્યા હતા. એચયુએલની માર્કેટ મુડીમાં ૧૭૮૫.૬૮ કરોડનો વધારો થતા તેની માર્કેટ મુડી વધીને હવે ૨૩૭૦૫૧.૮૮ કરોડ થઇ ગઇ છે.
એસબીઆઇની માર્કટ મુડીમાં પણ વધારો થયો હતો. માર્કેટ મુડીની દ્રષ્ટિએ ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ ક્રમાંક પર અકબંધ છે. જ્યારે ધારણા પ્રમાણે જ આરઆઇએલ બીજા ક્રમાંક પર છે. શુક્રવારના દિવસે મારૂતિ સુઝુકીએ માર્કેટ મુડીના મામલે ઇન્ફોસીસ અને ઓએનજીસીને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી હતી. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતી રહી હતી. પાંચ સપ્તાહમાં પ્રથમ સાપ્તાહિક ઘટાડો થયો હતો. બીએસઇ અને એનએસઇ ઇન્ડેક્સમાં ક્રમશ ૧૧.૨૩ પોઇન્ટ અને ૧૪.૭૫ પોઇન્ટનો ઘટાડો થયો હતો.

Related posts

૧૦ કંપનીઓ પૈકીની ૬ની મૂડી ૧૩,૭૯૯ કરોડ ઘટી

aapnugujarat

બજેટમાં આરોગ્ય વિમા માટે કરમુક્તિ મર્યાદા વધારવા અપીલ

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં કુલ ૩,૯૩૫ કરોડ ઠાલવી દેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1