Aapnu Gujarat
રમતગમત

ફ્રેન્ચ ઓપન : બોપન્ના-ડાબ્રોવસ્કીએ મિક્સડ ટાઈટલ જીત્યું

ભારતના રોહન બોપન્ના અને તેની કેનેડાની પાર્ટનર ગેબ્રિયેલા ડાબ્રોવસ્કીએ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં નવો ઇતિહાસ સર્જ્યો હતો. આ જોડીએ મિક્સ્ડ ડબલ્સનો તાજ આજે જીતી લીધો હતો.  ફ્રેન્ચ ઓપનની મિક્સ્ડ ડબલ્સ ફાઇનલમાં કોલમ્બિયાના રોબર્ટ ફરા અને તેની જર્મન પાર્ટનર એના લીના ગ્રોનેફેલ્ડની જોડી ઉપર બોપન્ના અને ડાબ્રોવસ્કીની જોડીએ જીત મેળવી હતી. પ્રથમ સેટ ગુમાવી દીધા બાદ બોપન્ના અને ડાબ્રોવસ્કીએ હરીફ જોડીને ૨-૬, ૬-૨, ૧૨-૧૦થી જીત મેળવી હતી. ભારતીય ટેનિસસ્ટાર બોપન્ના પ્રથમ વખત કોઇ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળ રહ્યો છે. બીજી વખત બોપન્ના કોઇ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં રમી રહ્યો હતો. આ અગાઉ તે ૨૦૧૦માં પાકિસ્તાનની એસામ ઉલહક કુરેશીની સાથે અમેરિકી ઓપનમાં પુરુષ ડબલ્સમાં ફાઇનલમાં પહોંચ્યો હતો. આ ફાઈનલમાં તેમની બ્રાઇન બંધુઓ બોબ અને માઇક સામે હાર થઇ હતી. બોપન્નાની આ ઐતિહાસિક જીત બાદ સાનિયા મિર્ઝાએ ટિ્‌વટર ઉપર અભિનંદન આપ્યા છે. બીજી બાજુ બોપન્ના ઉપર અભિનંદનનો વરસાદ શરૂ થયો છે.
ભારીતય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના પહેલા માત્ર ત્રણ ટનિસ ખેલાડી ગ્રાન્ડસ્લેમ જીતી શક્યા છે. જેમાં લીઅન્ડરપેસ, મહેશ ભૂપતિ, સાનિયા મિરઝાનો સમાવેશ થાયછે. ફ્રેન્ચ ઓપનમાં પેસ અને સાનિયા મિર્ઝા બહાર થઇ ગયા બાદ બોપન્ના એક માત્ર ભારતની આશા હતી. આ ટ્રોફી જીતીને બોપન્નાએ ઇતિહાસ સર્જી દીધો છે. આ મેચ એક કલાક અને ૧૦ મિનિટ સુધી ચાલી હતી. સાત વર્ષના ગાળા બાદ બોપન્ના ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો. ૨૦૧૦માં તે પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો. ફ્રેન્ચ ઓપન ટેનિસના ઇતિહાસમાં પ્રથમ વખત વર્તમાન ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન સેરેના વિલિયમ્સ અને રોજર ફેડરર સ્પર્ધામાંથી ખસી ગયા હતા. ડોપીંગના વિવાદમાં રહેવાના પરિણામ સ્વરૂપે શારાપોવાને આ વખતે પણ તક આપવામાં આવી નથી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં શારાપોવા ચેમ્પિયન બની હતી. ફેડરર પણ આ વખતે રમી રહ્યો નથી. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૩૨૦૧૭૫૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે. ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે. આ વખતે ૧૦મી વખત પુરુષોની સિંગલ્સ ટ્રોફી જીતવા માટે રાફેલ નડાલ સજ્જ દેખાઈ રહ્યો છે. હજુ સુધીના તેના ફોર્મને જોતા તે હોટફેવરિટ દેખાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં આજે સૌથી મોટો અપસેટ સર્જાયો હતો. વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિકની ડોમિનિક થીમ સામે ૭-૬, ૬-૩, ૬-૦થી હાર થઇ હતી. આની સાથે જ આ કિલર ખેલાડી હવે નવ વખતના ચેમ્પિયન રાફેલ નડાલ સામે રમશે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં પુરુષ અને સિંગલ્સમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. રાફેલ નડાલ અને હાલેપ ઉપર તમામ નજર હવે કેન્દ્રીત થઇ ગઇ છે. નડાલ ૧૦મી વખત ફ્રેન્ચ ઓપન જીતે છે કે કેમ તેના ઉપર નજર છે.

Related posts

एशेज सीरीज : स्मिथ के शतक ने कंगारुओं को संकट से उबारा

aapnugujarat

न्यूजीलैंड ने पाकिस्तान को पारी और 176 रनों से हराया

editor

जैक लीच ने गुलाबी गेंद को लेकर कहा- यह अलग तरह की चुनौती होगी

editor

Leave a Comment

UA-96247877-1