Aapnu Gujarat
ગુજરાત

કાંકરિયામાં રાઇડ તૂટતા ત્રણ લોકોના મોત

અમદાવાદના કાંકરિયામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટના સર્જાઇ તે સમયે લોકો પડી જતા ફન પાર્કમાં રીતસરની દોડધામ મચી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડની જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોંચી ગયું હતું.
અમદાવાદનાં કાંકરિયામાં આવેલ ફન પાર્કમાં ગંભીર ઘટના સર્જાઇ હતી જેમાં એક રાઇડ પડી ભાંગતા ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, આ કોઇ પ્રથમ ઘટના નથી કે અમદાવાદમાં રાઇડ તૂટી હોય આ પહેલા પણ નારોલના રંગોલીનગર ખાતે ખાતે આનંદમેળો ચાલી રહ્યો હતો જ્યાં ચાંદતારે નામની રાઈડર્સનો એક ડબ્બો નીચે પટકાયો હતો. આ ચાલુ રાઈડ્‌સમાં અચાનક જ થયેલા શોર્ટ સર્કિટનાના કારણે ૭ લોકો નીચે પડી ગયા હતા. અને બે લોકોનાં મોત નિપજ્યા હતાં.ઉલ્લેખનિય છે કે, કાંકરિયામાં આવેલ રાઇડમાં એક સાથે ૨૦ લોકો બેસી શકે તેટલી કેપેસિટી હોય છે. પરંતુ રાઈડ્‌સમાં વધારે સંખ્યામાં લોકોને બેસાડવામાં આવતા હોય છે.

Related posts

જાહેર વિતરણ વ્યવસ્થામાં ૪૦ હજાર કરોડનું કૌભાંડ : મનીષ દોશી

aapnugujarat

સાગબારા-પાનખલા ખાતે સરકારી વિનયન કોલેજના નવનિર્મિત ભવનનું વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીના હસ્તે લોકાર્પણ

aapnugujarat

ગાંધીનગર મનપા ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે

editor

Leave a Comment

UA-96247877-1