Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર મનપા ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે

ગાંધીનગરમાં મહાનગરપાલિકાનું ચુંટણીમાં સવારથી જ લોકોની નજર રહી હતી મતદાન સરેરાશ ૫૪ ટકા નોંધાયું છે જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં. ૭ એટલે કે નવા ઉમેરવામાં આવેલ કોલવડા, વાવોલ ગામનો દબદબો જાેવા મળી રહ્યો હતો વોર્ડનં. ૭ માં સરેરાશ ૬૩ ટકા મતદાન સાથે પ્રથમ નંબરે આવ્યું છે સવારથી જ વોર્ડ નં.૭ માં સૌથી વધુ લોકોએ મતદાન કર્યું હોવાનું જાેવા મળી રહ્યું છે આમ જાેવા જઈએ તો કોરોનાની વૈશ્વિક મહામારી પછી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત ત્રણ પક્ષો વચ્ચે જંગ ખેલાયો છે. ભારે રસાકસી ધરાવતી આ ચૂંટણીમાં ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ૨૮૪ બૂથ પર ૨૮૧૮૯૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૧ વોર્ડ માં ૪૪ બેઠકો માટે ૧૬૧ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં ૪૪ હ્વદ્ઘॅ, ૪૪ કોંગ્રેસ, ૪૦ આમ આદમી પાર્ટી, ૧૪ બહુજન સમાજ વાદી પાર્ટી, ૨ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, ૬ અન્ય પક્ષના તેમજ ૧૧ અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે.
ગાંધીનગર મનપા ચુંટણીમાં કુલ ૧૧ વોર્ડની ચુંટણી યોજાઈ હતી જેમાં વોર્ડનં ૧ (સેકટર-૨૫,૨૬, રાંધેજા )નું સરેરાશ ૬૨ ટકા મતદાન નોંધાયું હતુ તેવી જ રીતે વોર્ડ ન. ૨ (પેથાપુર, જી.ઈ.બી) વિસ્તારમાં સરેરાશ ૬૧ ટકા મતદાન નોંધાયું, વોર્ડનં ૩ (સેક્ટર-૨૪,૨૭,૨૮)નું સરેરાશ ૫૦ ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નં. ૪ (પાલજ- ધોળાકુવા)નું સરેરાશ ૫૮ ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નં. ૫ (સેક્ટર-૨૨, પંચદેવ)નું સરેરાશ ૩૭ ટકા મતદાન નોંધાયું વોર્ડ નં. ૬ (સેકટર-૧૩,૧૪, મહાત્મા મંદિર, ગોકુલપુરા, કુબેરનગર)નું સરેરાશ મતદાન ૪૪ ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નં. ૭ (વાવોલ, કોલવડા)નું સરેરાશ ૬૩ ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નં. ૮ (સેકટર-૪,૫, સરગાસણ, અંબાપુર,વાસણિયા હડમતિયા)નું સરેરાશ ૫૧ ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નં. ૯ (સેક્ટર-૨,૩, કુડાસણ)નું સરેરાશ ૫૦ ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નં. ૧૦ (સેકટર- ૬,૭, કોબા )નું સરેરાશ ૫૦ ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નં. ૧૧ (ભાટ, ખોરજ)નું સરેરાશ ૫૮ ટકા મતદાન નોંધાયું હતું.
ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીમાં ચૂંટણી તંત્ર દ્વારા ૨૮૪ બૂથ પૈકી ૧૪૪ને સંવેદનશીલ અને ચારને અતિ સંવેદનશીલ જાહેર કરાયા હતા. આ તમામ બૂથ પર કુલ ૧,૪૫,૧૩૦ પુરુષ મતદાર અને ૧,૩૬,૭૫૮ મહિલા મતદાર નોંધાયેલા છે, જ્યારે ૯ અન્ય છે. મતદાન મથક માટે ૪૬૧ બેલેટ યુનિટ અને ૩૧૭ કાઉન્ટિંગ યુનિટ તૈયાર કરીને મતદાન મથકો પર મોકલી દેવાયા હતા. આ કામગીરી માટે ૧૧ વોર્ડમાં પાંચ ચૂંટણી અધિકારી અને ૧૭૭૫ કર્મચારીઓ તૈનાત કરાયા હતા. આ ઉપરાંત મતદાન મથકોએ ૧૨૭૦ પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવ્યા હતા. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને પાંચ સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા હતા. સે-૧૫ની સરકારી સાયન્સ કોલેજ, સે-૧૫ આઈટીઆઈ, સે-૧૫ સરકારી કોમર્સ કોલેજ, સે-૧૫ સ્વર્ણિમ સ્પોર્ટ્‌સ યુનિવર્સિટી અને સે-૧૫ની સરકારી આર્ટ્‌સ કોલેજમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. મતગણતરીની પ્રક્રિયા સે-૧૫ સરકારી સાયન્સ કોલેજ, આઈટીઆઈ, સરકારી કોમર્સ કોલેજ, સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિ અને સરકારી આર્ટસ કોલેજમાં કુલ ૫૩ ટેબલ પર હાથ ધરાશે.

Related posts

HSRP નંબરપ્લેટની મુદત ૩૧મી મે સુધી લંબાવી દેવાઈ

aapnugujarat

એલજી હોસ્પિટલે દર્દીને બેસાડી રાખ્યો, અંતે રેલવે કર્મચારીનું નિધન

aapnugujarat

કચ્છ-ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારમાં કમોસમી વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1