Aapnu Gujarat
ગુજરાત

કચ્છ-ઉત્તર ગુજરાતના ઘણાં વિસ્તારમાં કમોસમી વરસાદ

ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં આજે વરસાદી ઝાપટા અને માવઠાના કારણે હાલત કફોડી બની ગઈ હતી. ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. બીજી બાજુ માવઠાના પરિણામ સ્વરુપે શિયાળા પાકને પણ પ્રતિકુળ અસર થતાં ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડીથી રાહત હાલ મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. કારણ કે, કોલ્ડવેવની ચેતવણી આગામી દિવસો માટે જારી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ-દમણ અને દાદરનગર હવેલીમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. આજે રાજ્યના જુદા જુદા ભાગોમાં ગઇકાલની સરખામણીમાં પારો વધ્યો હોવા છતાં વરસાદી માહોલના લીધે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હળવા વરસાદી ઝાપટાની આગાહી પણ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આજની જેમ જ આવતીકાલે પણ માવઠાની સંભાવના રહેલી છે. આગામી ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉત્તર ભારતની સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા અને ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું પરંતુ હવે કમોસમી વરસાદમાં બ્રેકની સ્થિતિ છે પરંતુ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી રહ્યું હતું.
અમદાવાદ શહેરમાં આજે વહેલીસવારથી જ ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પારો ૧૧ ડિગ્રી રહી શકે છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગઇકાલની સરખામણીમાં વધ્યું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. વહેલી સવારે કામ ઉપર જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ ગયા છે. સવારમાં અને મોડી સાંજે ઠંડીના ચમકારા વચ્ચે બપોરના ગાળામાં લોકોને આંશિક રાહત મળી રહી છે. બીજી બાજુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ પર ઠંડીએ સતત પાંચમા દિવસે ઠંડીનો પારો માઇનસની આસપાસ રહ્યો હતો. જમાવબિંદુ પર પારો રહેતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
ઠંડીને કારણે હિલ સ્ટેશનના લોકો ઠુઠવાઈ રહ્યા છે તો શાળાએ જતા વિદ્યાર્થીઓ ને પણ બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડીને લીધે હિલ સ્ટેશનના નક્કી લેકના નૌકાવીહાર સ્થળે બોટ પર, ખુલ્લા મેદાનોમાં, ઘરની બહાર રાખેલ વાસણો અને પાર્ક થયેલી કારો પર બરફની ચાદર જામી ગઈ છે. ઉત્તર ભરાતમાં થયેલી હિમવર્ષાની અસરને કારણે ઠંડીનું જોર વધ્યું છે જેને લઇને બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજે છેલ્લા પાંચ દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાયો હતો જેન ેલઇને હિલ સ્ટેશનના મેદાની વિસ્તારોમાં ઘાસ પર, નાળાઓમાં, ઘરોની બહાર રાખેલા વાસણો અને કારની ઉપરના ભાગે બરફની ચાદરો જામેલી જોવા મળી હતી જેને કારણે લોકો ઠુઠવતા હોઈ બહુજ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Related posts

સ્વાઈન ફ્લૂ રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકાર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહી છે : આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી

aapnugujarat

ब्जाजखोर के सामने आत्महत्या करनेवाले युवक की पत्नी ने बोपल पुलिस स्टेशन में शिकायत दर्ज करायी

aapnugujarat

નર્મદા જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1