Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૬૬૫ પોેઈન્ટ ઉછળી બંધ રહ્યો

શેરબજારમાં આજે બજેટના એક દિવસ પહેલા જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજાર બજેટ પહેલા ઝુમી ઉઠતા કારોબારી ખુશખુશાલ દેખાયા હતા. ફ્યુચર એન્ડ ઓપ્શન (એફએન્ડઓ)ની પૂર્ણાહૂતિ અને બજેટના એક દિવસ પહેલા તેજીનો માહોલ જામ્યો હતો. આખરે સેંસેક્સ ૬૬૫ પોઇન્ટ અને નિફ્ટી ૧૭૯ પોઇન્ટ ઉછળીને ક્રમશઃ ૩૬૨૫૭ અને ૧૦૮૩૦ની સપાટીએ બંધ રહ્યા હતા. સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગ માટે લેવામાં આવેલા સરકારના પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો. જાણકાર લોકો રાષ્ટ્રપતિના સંબોધનને આવતીકાલે રજૂ કરવામાં આવનાર વચગાળાના બજેટની રુપરેખા તરીકે જુએ છે. બજેટને લઇને આશા વધી ગઈ છે. મધ્યમ વર્ગ અને ગ્રામિણ વિસ્તારો માટે ખાસ યોજના જાહેર થઇ શકે છે. બજેટ પહેલાનો ઉત્સાહ આજે જોવા મળ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વના નિવેદનથી પણ આશા વધી છે. અમેરિકા વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યા નથી જેથી આની અસર પણ જોવા મળી છે. ડોલરની સરખામણીમાં રૂપિયો મજબૂત થતાં તેની પણ અસર જોવા મળી છે. મોટા શેરોએ ધમાલ મચાવી હતી. રિલાયન્સ, ઇન્ફોસીસ અને એચડીએફસીમાં જોરદાર ઉછાળો રહ્યો હતો. એક્સિસ બેંકના શેરમાં ૪.૬૪ ટકાનો ઉછાળો, તાતા મોટર્સમાં ૩.૯૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં પ્રવાહી સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાંથી હજુ સુધી ૬૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ પ્રવાહ આગામી મહિનામાં પણ જારી રહે તેવી શક્યતા છે. નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાં ૮૫૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં વિદેશી રોકાણકારોએ ૨૮૯૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડા મુજબ એફપીઆઈ પહેલીથી ૨૫મી જાન્યુઆરી દરમિયાન ૫૮૮૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી હતી.
શેરબજારમાં આગામી દિવસોમાં ૧૦ પરિબળો ઉપર મુખ્યરીતે નજર રહેશે જેમાં વૈશ્વિક ઘટનાક્રમ, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતારચઢાવ, ડોલર સામે રૂપિયામાં નરમાઈ, ત્રીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડાની અસર જોવા મળશે. આવતીકાલે પહેલી ફેબ્રુઆરીના દિવસે સરકારે વોટ ઓન એકાઉન્ટ પણ રજૂ કરવામાં આવનાર છે. નવી સરકાર જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કરે તે પહેલા ત્રણ મહિના માટે આ બજેટ રજૂ કરવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગ્રામીણ અને કૃષિ આધારિત સેક્ટરોમાં રાહતના ઇરાદાથી બજેટમાં સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત વર્ગને પ્રભાવિત કરવાના પ્રયાસો થઇ શકે છે. કૃષિ પડકારોનો સામનો કરી રહેલા સમાજના સૌથી મોટા વર્ગને સંતુષ્ટ કરવાના ઇરાદાથી એનડીએ સરકાર આ બજેટમાં ખેડૂતો માટે પણ કોઇ નવી પહેલ કરી શકે છે. ખેડૂતોને ખુશ કરવાની સરકાર પાસે આ છેલ્લી તક છે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી યોજાનાર છે. શેરબજારમાં ગઇકાલે ફ્લેટ સ્થિતિ રહી હતી. બેંચમાર્ક ઇન્ડેક્સ આજે નકારાત્મક માહોલ વચ્ચે ઘટીને બંધ રહ્યો હતો. સેંસેક્સ ગઇકાલે બુધવારના દિવસે ૩૫૫૯૧ની સપાટીએ રહ્યો હતો તેમાં એક પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ યથાસ્થિતિએ ૧૦૬૫૧ની સપાટીએ રહ્યો હતો.

Related posts

फ्लिपकार्ट को 17,231 करोड़ का घाटा

aapnugujarat

मॉब लिंचिंग मामलों में गंभीर नहीं हैं केन्द्र-राज्य सरकारें : मायावती

aapnugujarat

સોફ્ટવેર કંપનીઓ આ વર્ષે ઓછો પગાર વધારો કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1