Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્ય પ્રદેશમાં કિસાન આંદોલન હિંસક બન્યું : પોલીસ ગોળીબારમાં પાંચનાં મોત નિપજ્યાં : તપાસનો આદેશ

મધ્યપ્રદેશના મંદસૌરમાં કિસાનોનું આંદોલન આજે હિંસક બન્યું હતું. પોલીસે દેખાવકાર કિસાનો પર ગોળીબાર કરતાં પાંચ કિસાનનાં મરણ નિપજ્યાં છે અને બીજાં ચાર જણ ઘાયલ થયા છે. મંદસૌર, રતલામ, ઉજ્જૈન શહેરોમાં કિસાનોનાં આંદોલનને કારણે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.મંદસૌર તથા પિપલીયામંડીમાં કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઈન્ટરનેટ સુવિધા સ્થગિત કરી દેવામાં આવી છે.રાજ્યના રતલામ, ઉજ્જૈન શહેરોમાં પણ કિસાનોનાં આંદોલનને કારણે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.રાષ્ટ્રીય કિસાન મઝદૂર સંઘે આવતીકાલે, બુધવારે ‘મધ્યપ્રદેશ બંધ’નું એલાન કર્યું છે.દરમિયાન, ભોપાલમાં, રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પ્રધામંડળની તાકીદની બેઠક બોલાવી હતી અને કિસાનોનાં આંદોલનને પગલે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
રાજ્યના ગૃહપ્રધાન ભૂપેન્દ્રસિંહે કહ્યું છે કે દેખાવકાર કિસાનો પર પોલીસે ગોળીબાર કર્યો નહોતો. અમને શંકા છે કે ગોળીબાર સમાજ-વિરોધી તત્વોએ કર્યો હતો.જોકે બનાવ નજરે જોનારાઓનો દાવો છે કે પોલીસ અને સીઆરપીએફના જવાનોએ દેખાવકારો પર ગોળીબાર કર્યો હતો.કિસાનો લોન-માફીની માગણી માટે આંદોલન પર ઉતર્યા છે.મહારાષ્ટ્રમાં આ જ માગણી પર કિસાનોએ આદરેલા આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે.રાષ્ટ્રીય કિસાન મઝદૂર સંઘે બુધવારે મધ્ય પ્રદેશ બંધનું એલાન કર્યું છે.દરમિયાન, રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પ્રધામંડળની તાકીદની બેઠક બોલાવી હતી અને કિસાનોનાં આંદોલનને પગલે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.વિરોધ પક્ષ કોંગ્રેસે માગણી કરી છે કે ગોળીબારમાં કિસાનોનાં મરણની ઘટનામાં અદાલતી સ્તરે તપાસ યોજાવી જોઈએ. કોગ્રેસની માંગણી બાદ તરત જ ચૌહાણ સરકારે અદાલતી તપાસનો આદેશ આપ્યો છે.રાહુલ ગાંધીએ મંદસૌર ફાયરિંગની ઘટના પર સવાલ ઉઠવતા ટિ્‌વટ કર્યું છે કે ભાજપનું આ કેવું ન્યૂ ઈન્ડિયા છે, જેમાં પોતાનો હક માંગનારા ખેડૂતોને ગોળી મળે છે.
રાહુલ ગાંધીએ સરકાર પર આકરો વાકપ્રહાર કરતા કહ્યુ છે કે સરકાર પોતાના જ દેશમાં ખેડૂતો સાથે યુદ્ધ કરી રહી છે. નોંધપાત્ર છે કે, સોમવારે રતલામ જિલ્લામાં ખેડૂતોના ઉગ્ર આંદોલન તથા ટ્રેનના પાટા ઉખાડવાની કોશિશમાં પોલીસ સાથેના ઘર્ષણમાં એક આંદોલનકારીનું મોત નીપજ્યું હતું. કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ગોળી ચલાવનારા પર હત્યાનો કેસ ચલાવવાની અને મૃતક ખેડૂતના આશ્રિતને સરકારી નોકરી સાથે ૨૫ લાખના વળતરની માગણી કરવામાં આવી છે.
ભારતીય કિસાન સંઘ અને મધ્યપ્રદેશ કિસાનસેના દ્વારા ખેડૂત આંદોલન સમાપ્ત કરવાની ઘોષણાના એક દિવસ બાદ મધ્યપ્રદેશમાં ખેડૂતો સાથે જોડાયેલા યૂનિયનોમાં તિરાડ પેદા થઈ ગઈ હતી.
આંદોલન સ્થગિત કરવાના વિરોધમાં કિસાન યૂનિયને ભારતીય કિસાન સંઘના નેતા શિવકાંત દિક્ષિતનું નિમચ ખાતે પૂતળું પણ ફૂક્યું હતું. કિસાન યૂનિયને સમાન વિચારવાળા સંગઠનો સાથે મળીને આંદોલન ચાલુ રાખવાની ઘોષણા કરી છે. ખેડૂતો દ્વારા સ્વામીનાથન પંચની ભલામણ લાગુ કરવાની અને ખેડૂતોને પાકના મૂલ્યથી પચાસ ટકા વધુ દરનો ટેકાનો ભાવ આપવાના ભાજપના વાયદાને પૂર્ણ કરવાની માગણી પણ કરી છે. ખેડૂતો શિવરાજસિંહ ચૌહાનની સરકારના કૃષિ મોડલ પર ગંભીર સવાલો પણ ઉઠાવી રહ્યા છે.મહારાષ્ટ્રમાં આ જ માગણી પર કિસાનોએ આદરેલા આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે.

Related posts

देश में पिछले 24 घंटे में सामने आए 12,408 नए मरीज

editor

Rajyavardhan Singh Rathore seems to be cut out for Rajasthan BJP chief !

aapnugujarat

बिहार में 31 जुलाई तक बढ़ा लॉकडाउन

editor

Leave a Comment

UA-96247877-1