Aapnu Gujarat
ગુજરાત

અમદુપુરા વિસ્તારમાં એકસપાયરી ડેટનો ૨૦૦ કિલો મસાલો જપ્ત કરાયા

અમદાવાદ શહેરની ૬૫ લાખની વસ્તીના જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવાનો વધુ એક કારસો સામે આવવા પામ્યો છે.જેમાં શહેરના અમદુપુરા વિસ્તારમાં આવેલા બિઝનેસમોલમાં એક વેપારી અડધી રાતે એકસપાયરી થઈ ગયેલા વિવિધ પ્રકારના મસાલાને એક એક કિલોમાં રિપેક કરતા આબાદ ઝડપાઈ જવા પામ્યો છે.આ અંગે મળતી માહીતી અનુસાર,મ્યુનિસિપલ હેલ્થ વિભાગને એવી માહીતી મળી હતી કે અમદુપુરા વિસ્તારમાં આવેલા સકલ બિઝનેસ-૪ માં આવેલા બી-૨૩ની કે પી ટ્રેડ લીંક નામની દુકાનમાં કોઈ પણ જાણીતી કંપનીના એકસપાયરી થઈ ગયેલા વિવિધ પ્રકારના મસાલાનું રિપેક એક એક કિલોના નવા પેકીંગમાં કરવામાં આવી રહ્યું છે.આ માહીતીના આધારે ગઈ રાત્રીએ જ હેલ્થ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવતા વેપારી તેની દુકાનમાં જ જાણીતી કંપનીના એકસપાયરી થઈ ગયેલા મસાલાને રિપેક કરાવીને નવુ લેબલ પણ લગાવડાવી રહ્યો હતો.વિભાગ દ્વારા સ્થળ પરથી ૨૦૦ કિલોગ્રામ એકસપાયરી થઈ ગયેલા મસાલાનો જથ્થો જપ્ત કરી વેપારી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મ્યુનિસિપલ હેલ્થ વિભાગમાં સતત વધી રહેલા હપ્તાખોરીના કારણે અમદાવાદ શહેરમાં વસતા ૬૫ લાખ લોકોના આરોગ્ય સાથે આ પ્રકારની ગુનાહીત માનસિકતા ધરાવતા લેભાગુ વેપારીઓ દ્વારા સતત ભેળસેળ કરવામાં આવી રહી છે.આવા લોકો હેલ્થ વિભાગને નિયમિત હપ્તા પહોંચાડતા હોવાના કારણે તેમને કાયદાનો પણ કોઈ ડર ન રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Related posts

રાટીલા ગામમાં ડુક્કરનો આતંક : એક વ્યક્તિનું મોત

aapnugujarat

બજેટ ચૂંટણીલક્ષી હોવાનો હાર્દિક અને જિગ્નેશનો દાવો

aapnugujarat

વીરપુરમાં બાળકી પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1