Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયઃ જીડીસીઆર સમાનથી મળશે સમાન એફએસઆઇ

રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રવર્તી રહેલી મંદી જેવી સ્થિતિને નિવારવા માટે ઘણાં લાંબા સમયથી રાજ્યના જે તે શહેરોમાં એફએસઆઇ અને જીડીસીઆરને સમાન કરવા માંગણી કરવામાં આવી હતી. ત્યારે હવે સરકારે આ માંગણી સ્વીકારીને સોમવારે નવા જીડીસીઆરને અમલી બનાવાયો છે.
ગાંધીનગરમાં નીતિન પટેલે આ અંગે જાહેરાત કરતાં કરતાં રાજ્યમાં સમાન જીડીસીઆરની જાહેરાત કરી હતી. જેમાં જે તે શહેરોને ગ્રેડ આપી નિયમો અમલી બનાવાયા છે. સૌરાષ્ટ્રમાં અલગ તો કચ્છમાં ભૂકંપ ગ્રસ્ત વિસ્તારને લઈને અલગ નિયમોની જાહેરાત કરી હતી. તો દક્ષિણ ગુજરાતમાં અલગ નિયમોની જાહેરાત કરી હતી. કોમન જીડીસીઆર ગાંધીનગરને લાગુ નહી પડે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરાને સમાન જીડીસીઆર લાગુ પડશે. સરકારની જાહેરાતથી ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે. નવા જીડીસીઆરને પગલે મોટાં શહેરોમાં ૨૨ માળની ઈમારતો બનવા લાગશે.બિલ્ડર લોબી દ્વારા ઘણાં લાંબા સમયથી રાજ્યમાં અલગ અલગ જિલ્લાવાર અલગ અલગ નિયમોને દૂર કરી એક સમાન જીડીસીઆર લાવવાની માંગણી કરવામાં આવી હતી. જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નવા નિયમો અંતર્ગત પછી મોટા શહેરોમાં ૨૫ મીટર ઉંચાઈના બાંધકામને મંજૂરી આપી શકાશે. ૧૨ થી ૧૮ મીટરના રોડ પર ૨૫ મીટર ઉંચાઈ રાખી શકાશે. ૧૮ થી ૪૦ મીટરના રોડ પર ૪૫ મીટર ઉંચાઈનું બાંધકામ કરી શકાશે. ૪૦ મી.થી વધુ પહોળાઈના માર્ગ પર ૭૦ મી.ઉંચાઈના બાંધકામને મંજૂરી આપી શકાશે.
નીતિન પટેલે કરેલી જાહેરાત અંતર્ગત અનુસાર ૧.૮ એફએસઆઇ વિના મૂલ્યે મળશે. વધારાની ૦.૯ એફએસઆઇ જંત્રીના ૪૦ ટકા રકમ ભરવાથી મળશે. આ નિયમનો લાભ અમદાવાદ, વડોદરા, સુરત અને તેના ઓથોરિટી વિસ્તારને મળશે. રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને જામનગર શહેરને પણ લાભ મળશે.
૧૨ મી.થી ઓછી પહોળાઈ વાળા રોડ પર ૧૫ મીટરની ઉંચાઈના બાંધકામને મંજૂરી આપવામાં આવશે. કોમન જીડીસીઆર બનાવવાનું કામ ઘણા સમયથી ચાલતું હતું. તેમાં જરૂરી સુધારા વધારા કરીને તેને અમલી બનાવાયો છે. આ કાયદા અંતર્ગત એફએસઆઇ અને મકાનની ઉંચાઈ નક્કી કરવાનો કરાયો નિર્ણય લેવાયો છે. પહેલા શહેરો મુજબ ઉંચાઈ અને એફએસઆઇ અલગ અલગ હતી પણ હવે વિસંગતતાઓ દૂર કરવા નિર્ણય લેવાયો છે.

Related posts

અમદાવાદનાં સપૂત શહીદ કેપ્ટન નિલેશ સોનીને યાદ કરી તેમનાં જન્મદિનની ઉજવણી કરાઈ

aapnugujarat

રથયાત્રા પહેલા જ આતંકી હુમલાની ભીતિ સેવાઈ રહી છે

aapnugujarat

ગુજરાતમાં મે-જૂનમાં યોજાઇ શકે છે વિધાનસભાની ચૂંટણી, ભાજપે તૈયારી શરૂ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1