Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહેલા પક્ષોની જવાબદારી નક્કી કરો : સેવા ગુર્જરી ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં અરજી

રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પૂર્વે ચૂંટણી ઢંઢેરાના બહાને નાગરિકોને મોટા મોટા વાયદા અને વચનો આપી તેનું વાસ્તવિક પાલન કરતા ન હોઇ આવા પક્ષોને ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા અટકાવવા અથવા તો આ સમગ્ર મામલામાં રાજકીય પક્ષોની જવાબદેહી નક્કી કરી તેઓને તેમણે પ્રજાને આપેલા વચનો પરત્વે જવાબદાર બનાવવા દાદ માંગતી મહત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. સેવા ગુર્જરી ટ્રસ્ટના પ્રમુખ જયેશ શાહ દ્વારા કરાયેલી રિટમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા છે કે, રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી સમયે તેમણે કાર્યકાળ દરમ્યાન કરેલી કામગીરી અને પ્રજાના કામો અને હિતને લઇ વિવિધ વચનો આપતો ચૂંટણી ઢંઢેરો છપાવવામાં આવે છે અને તે જાહેર કરવામાં આવે છે. પરંતુુ વાસ્તવમાં આ ચૂંટણી ઢંઢેરો માત્ર કાગળ પર જ હોય છે, તેનું વાસ્તવમાં કોઇ અમલીકરણ થતું હોતું નથી કે તેનું પાલન ના થાય તો રાજકીય પક્ષોની કોઇ જવાબદારી કે જવાબદેહી પણ હોતી નથી અને આ જ વાતનો ફાયદો ઉઠાવી તેઓ નાગરિકો-પ્રજાને ગેરમાર્ગે દોરી તેઓની સાથે એક પ્રકારે વિશ્વાસઘાત કરે છે. ૨૦૧૪માં તત્કાલીન સરકારે એક ભારત, શ્રેષ્ઠ ભારત, સબ કા સાથ, સબ કા વિકાસનું સૂત્ર આપ્યું હતું. જેમાં વાયબ્રન્ટ યુગ, લોકશાહીમાં ભાગીદારી, લોક ઉત્થાન, જીવનધોરણ સહિતની અનેક બાબતોનો સમાવેશ કરાયો હતો. તે જ પ્રકારે અન્ય પક્ષે પણ પછાતવર્ગ, લેબરના ઉત્કર્ષ સહિતની બાબતોને લઇ ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો. જો કે, આવા ઢંઢેરાઓ પાછળથી માત્ર પુસ્તિકામાં જ પડી રહે છે તેનું જે પ્રકારે જાહેરાત થઇ હોય છે તે પ્રકારે કોઇ જ અમલ થતો નથી. ભારત જેવા લોકશાહી દેશમાં આવા ઢંઢેરાથી પ્રજા ગેરમાર્ગે દોરાઇને જે તે પાર્ટીને ટેકો આપે છે અને તેમને સત્તાસ્થાને બેસાડે છે પરંતુ પ્રજા સાથે વિશ્વાસઘાત કરતાં આવા રાજકીય પક્ષોને ચૂંટણી પૂર્વે કે તે સમયે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા પર પ્રતિબંધ ફરમાવી તેને ગેરકાયદે ઠરાવવું જોઇએ અને રાજકીય પક્ષોની જવાબદારી અને જવાબદેહી નક્કી કરવા જોઇએ.

Related posts

કોંગ્રેસની વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ

aapnugujarat

कालुपूर सहित के रेलवे स्टेशन पर थेपला – ढोकला मिलेगा

aapnugujarat

नोटबंदी के बाद जाली नोटो के अधिक आरोपी गुजरात में पकडाएं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1