Aapnu Gujarat
ગુજરાત

ભાજપ શાસનનાં ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનો શહીદ થયા છે : કોંગ્રેસ

રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશનીતી પર કેન્દ્ર સરકારના ત્રણ વર્ષની નિષ્ફળતાઓ ઉજાગર કરતાં પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી છે અને ૮૭૭ નાગરિકો શહીદ થયા છે. ભાજપના ખોખલાં ચૂંટણી વાયદાઓ અને પ્રજા સમક્ષ ખોટી રાષ્ટ્રવાદની વાતો કરનારા લોકો અને માત્ર ટેલીવિઝનના સ્ટુડીઓમાં લડાઈ કરતાં લોકો સમગ્ર દેશ સામે ખુલ્લા પડ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષના શાસનમાં ભારત ૧૭૨ અને ૨૧ મહિનામાં ૧૨ જેટલા મોટા આતંકવાદી પાકિસ્તાની હુમલાનું ભોગ બન્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ કાશ્મિરમાં ૨૦૩ સુરક્ષાકર્મીઓ શહિદ થયા અને પાકિસ્તાન દ્વારા ૧૩૪૩ વખત ઘુસપેઠનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માત્ર ૬ મહિનામાં જ પાકિસ્તાન દ્વારા આપણા જવાનોના પાર્થિવ શરીર સાથે ત્રણ વખત અમાનુષી કૃત્ય ઘટનાઓ બની છે. માત્ર જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં દ્વારા ૧૫૦૦૦ નાગરિકો અને ૪૦૦૦ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદી હુમલામાં જમ્મુ કાશ્મીરમાં ૩૨ જેટલી શાળાઓને સળગાવી મુકવાની ઘટનાઓ બની છે. ત્યારે ભાજપ પીડીપી સરકાર મશરત આલમ અને આરિયા અંદ્રાબી જેવા અલગાવવાદી સાથે નરમાઈભર્યું વર્તનને કારણે અને બુરહાન વાનીના પરિવારને સહાય કરવામાં આવે છે. ભારતીય લશ્કરને ૫૨૦૦૦ સૈનિકો, ૨૫૦૦૦ વધુ જેસીઓ અને ૯૦૦૦ વધુ અધિકારીઓની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવતી નથી. ભારતીય વાયુસેનાને ૪૫ જેટલાં ફાઈટર સ્ક્વેડ્રન જરૂર છે જેની સામે માત્ર ઘટીને ૩૨ જ વધ્યા છે. સરક્ષણ મંત્રાલય દ્વારા ૩૫૦૦૦ કરોડથી વધુ ફાળવેલ ફંડ છેલ્લા ત્રણ વર્ષથી વપરાયા વગર જ પાછુ ગયું છે. આતંરિક સુરક્ષાના મુદ્દે પણ સરકાર ઉંધતી ઝડપાઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સમગ્ર દેશમાં ૩૫૦૦ થી વધુ નક્સલી ઘટનાઓ બની છે. જેમાં ૨૭૧ સૈનિકો અને ૬૫૫ નાગરિકો શહીદ થયા છે. વિશ્વમાં સૌથી વધુ પ્રવાસ કરતાં ભારતના પ્રધાનમંત્રી પોતાની વિદેશનીતીમાં ચોક્કસપણે નિષ્ફળ ગયા હોય તેવું છેલ્લા ત્રણ વર્ષની ઘટનાઓ પરથી ફલિત થાય છે. ચાઈનીઝ પ્રીમીયરને ઝુલામાં ઝુલાવ્યા પછી પણ ચીન દ્વારા પાકિસ્તાનને સાથ સહકાર આપી ભારતની ન્યુક્લીયર સપ્લાયર ગ્રુપની સદસ્યતા રોકવાનો પ્રયત્ન કર્યો છે અને ચીન દ્વારા યુએનમાં પણ ભારતની સુરક્ષા કાઉન્સલમાં સદસ્યતાનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આજે સૈનિકોના મામલે ઉપયોગી આંકડા આપીને સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.

Related posts

શ્રી માથુર વૈશ્ય યુવાદળ વિરમગામ દ્વારા મહા રક્તદાન શિબીર યોજાઇ

aapnugujarat

कांग्रेस उम्मीदवार की पसंदगी प्रक्रिया अक्टूबर तक पूरी होगी

aapnugujarat

चांगोदर की केमिकल कारखाने में आग लगने पर भगदड़

aapnugujarat

Leave a Comment

UA-96247877-1