Aapnu Gujarat
ગુજરાત

રાજ્યભરમાં ખાતર વિક્રેતાઓને ત્યાં રાજ્યવ્યાપી કાર્યવાહી, ૨૩૬ ડીલરો ઝપટે ચડ્યાં

રાજ્ય ખેતી નિયામક તંત્ર દ્વારા બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉત્પાદક, વિક્રેતાઓ સામે રાજ્ય વ્યાપી ચકાસણી અભિયાન હાથ ધરાયું હતું જેમાં ૩૫ ટીમ દ્વારા ત્રણેય ઈનપુટના ૭૧૩ ડિલરોની ચકાસણી કરી ૯૪ જેટલાં નમૂના લીધા હતા અને રૂ. ૯૦ લાખનો ૧૮૦૩ ક્વિન્ટલનો જથ્થો અટકાવાયો હતો તેમજ ઈનપુટ્‌સના વિવિધ કાયદાઓના ભંગ સામે ૪૭૮ જેટલા ડીલરોને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં કુલ ૩૫ ટીમો દ્વારા બિયારણના કુલ ૪ ઉત્પાદક તથા ૨૬૨ વિક્રેતાઓ મળી કુલ ૨૬૬ ડીલરોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન બિયારણના કુલ ૪૨ નમુનાઓ એકઠા કરવામાં આવ્યા હતા અને અંદાજીત ૩૪૦ ક્વિન્ટલ જેટલાં જથ્થાનું વેચાણ અટકાવાયું છે. જ્યારે અંદાજીત ૧.૯૦ ક્વિન્ટલ જેટલો બિયારણનો જથ્થો જપ્ત કરવામાં અંદાજીત રકમ ૩૯ લાખ રૂ. જેટલી થાય છે. ચકાસણી દરમ્યાન બિયારણ અધિનિયમ ૧૯૬૬, બિયારણ નિયમો-૧૯૬૮ અને બિયારણ (નિયંત્રણ) હુકમ-૧૯૮૩ની વિવિધ જોગવાઇઓ તથા લાયસન્સની બોલીઓ અને શરતોના ભંગ બદલ ૨૩૬ જેટલા ડીલરોને કારણદર્શક નોટીસ પણ આપવામાં આવી છે.
આ ટીમો દ્વારા ખાતરના કુલ ૬ ઉત્પાદકો અને ૧૮૪ વિક્રેતાઓ મળીકુલ ૧૯૦ ખાતરોના ડીલરોની સઘન ચકાસણી કરવામાં આવી છે. ચકાસણી દરમ્યાન ખાતરના કુલ ૧૯ નમુનાઓ લેવામાં આવ્યા અને ૧૩૧.૫ ક્વિન્ટલ જથ્થો અટકાવાયો જેની અંદાજીત કિંમત ૧૫ લાખ રૂ. જેટલી થાય છે. ચકાસણી દરમ્યાન રાસાયણિક ખાતર (નિયંત્રણ) હુકમ-૧૯૮૫ની વિવિધ જોગવાઇઓ તથા લાયસન્સની બોલીઓ અને શરતોના ભંગ બદલ ૯૧ જેટલા ડીલરોને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.જંતુનાશક દવાના કુલ ૧૦ ઉત્પાદકો અને ૨૪૭ વિક્રેતાઓ મળી કુલ ૨૫૭ જંતુનાશક દવાના ડીલરોની ચકાસણી કરવામાં આવી. ચકાસણી દરમ્યાન જંતુનાશક દવાના કુલ ૩૩ નમુનાઓ લેવામાં આવ્યા અને ૧૪૮.૫ ક્વિન્ટલ જેટલો જથ્થો અટકાવાયો તથા ૦.૭૮ ક્વિન્ટલ જેટલો જથ્થો જપ્ત કરાયો છે. જેની અંદાજીત રકમ ૩૬.૫૦ લાખ રૂ. જેટલી થાય છે. ચકાસણી દરમ્યાન જંતુનાશક દવા અધિનિયમ-૧૯૬૮અને જંતુનાશક દવા નિયમો-૧૯૭૧ની વિવિધ જોગવાઇઓ તથા લાયસન્સની બોલીઓ અને શરતોના ભંગ બદલ ૧૫૧ જેટલા ડીલરોને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.

Related posts

કાંકરિયામાં રાઇડ તૂટતા ત્રણ લોકોના મોત

aapnugujarat

હોળી પર્વને લઇ શાહજહાંપુરમાં મસ્જિદોને પ્લાસ્ટિક શીટ વડે ઢાંકી દેવાશે

editor

કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ અપડેટ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1