પેરિસ સંધીથી અમેરિકાનાં અલગ થયાનાં એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આ સમજુતી વિશ્વની સંયુક્ત વારસો છે અને ભારત હવામાન સંરક્ષણ માટે અપેક્ષાઓથી પણ આગળ વધીને કામ કરશે. ફ્રાન્સનાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અમેનુઅલ મૈક્રોની સાથે અહીં એલિસી પૈલેસમાં વ્યાપક વિચાર વિમર્શ બાદ મોદીએ કહ્યું કે પેરિસ સમજુતી કરાર ઘરતી અને આપણી પ્રકૃતીક સંસાધનોને બચાવવા માટેનું અમારૂ કર્તવ્યની ઝાંખી કરાવે છે. અમારા માટે આ આસ્થાનો વિષય છે.મોદીએ મેક્રો સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પેરિસ સમજુતી ભવિષ્યની પેઢીઓને પણ લાભાન્વિત કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર થયેલ પેરિસ સમજુતીથી અલગ થવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે આ સમજુતીનાં કારણે ભારત અને ચીનને વધારે ફાયદો થાય છે. જો કે મોદીએ કહ્યું કે ભારત આ મામલે સતત કામ કરતું રહેશે.સમજુતીની અપેક્ષા કરતા વધારે કરશે.