Aapnu Gujarat
ગુજરાત

આઈએસઆઈ સાથે સંપર્કની શંકા પરથી ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડે સુરતના રહેવાસીને અટકમાં લીધો

ગયા મે મહિનામાં ઉત્તર પ્રદેશ પોલીસના એટીએસ અમલદારોએ મુંબઈમાંથી જે બે આઈએસઆઈ શકમંદોને પકડ્યા હતા એમની સાથે સંબંધ રાખવાની શંકા પરથી ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડના અમલદારોએ ગઈ કાલે રાતે સુરતના એક રહેવાસીને અટકમાં લીધો છે.સૂત્રોના જણાવ્યા મુજબ, પકડાયેલા શકમંદના ફોન કોલ્સની વિગતો પરથી એને પેલા બંને હવાલા ઓપરેટરો સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.એટીએસના અમલદારોએ કહ્યું છે કે સુરતનો રહેવાસી ખરેખર જાસૂસીની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે કે એણે આઈએસઆઈના જાસૂસો સાથે માત્ર બિઝનેસ પૂરતા જ સોદાઓ કર્યા હતા એની તેઓ ચકાસણી કરી રહ્યા છે.
ગુજરાત પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, આઈએસઆઈના બંને શકમંદ જાસૂસ રાજકોટ નજીકના ધોરાજીના છે અને અમુક વર્ષોથી દક્ષિણ મુંબઈમાં શિફ્ટ થયા હતા.અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે આઈએસઆઈના બંને એજન્ટ આફતાબ અલી સાથે સંપર્કમાં હતા અને આફતાબ અલીની ઉત્તર પ્રદેશ એટીએસના અમલદારોએ અગાઉ લખનઉમાંથી ધરપકડ કરી હતી. આફતાબ અલી પંજાબ અને લખનઉ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં જાસૂસીની પ્રવૃત્તિ ચલાવતો હતો.

Related posts

સસ્તા અનાજની દુકાનોની માહિતી સરળતાથી મળશે

aapnugujarat

રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથીરિયાની ધરપકડ

aapnugujarat

૨૫ જુદી જુદી જગ્યા ઉપર પાર્કિંગની સુવિધા ઉભી થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1