Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સંબિત પાત્રા ૧૧ હજારથી વધારે વોટથી હાર્યા

ઓરિસ્સાની હોટ સીટમાં સામેલ પુરીથી બીજેપીના ફાયરબ્રાંડ પ્રવક્તા સંબિત પાત્રા ૧૧ હજારથી વધારે વોટથી હારી ગયા છે. આ સીટથી બીજેડીના પિનાકી મિશ્રાએ જીત મેળવી છે. કાંટાની ટક્કરમાં આ સીટ પર શુક્રવારે સવારે પરિણામ ઘોષિત થયા જ્યાં પિનાકી મિશ્રાથી સંબિત પાત્રાને ૧૧૭૧૩ વોટથી હાર મળી હતી. પિનાકી મિશ્રાને કુલ ૫૩૮૩૨૧ મત મળ્યા હતા જ્યારે વોટ શેર ૪૭.૪ ટકા રહી છે. તો સંબિત પાત્રાને ૫૨૬૬૦૭ મત મળ્યા અને આ વોટ શેર ૪૬.૩૭ ટકા રહ્યુ.
આ સીટ પર ગુરૂવારે ખુબજ દિલચશ્પ મુકાબલો જોવા મળ્યો હતો. ખુબજ રસાકસી જામી હતી. ક્યારેક પિનાકી મિશ્રા આગળ તો ક્યારેક સંબિત પાત્રા. છેલ્લે સુધી ચાલેલી આ રોચક હરિફાઈમાં મતોનું અંતર પણ ખાસ રહ્યુ ન હતુ.પુરીની સાથેજ બીજેડીએ રાજ્યની ૨૧ બેઠકો માંથી ૯ સીટો પર જીત મેળવી હતી જ્યારે ૩ પર આગળ ચાલી રહ્યા હતા. તો બીજેપીએ અહીં ૫ સીટો પર જીત મેળવી છે અને ૩ પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસને ઓરિસ્સામાં એક સીટ મળી છે.
સંબિત પાત્રાએ પુરી લોકસભા ક્ષેત્રમાં ખુબજ પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેમનો પ્રચારનો અનોખો અંદાજ ચર્ચાનો વિષય બની રહ્યો હતો. આ દરમિયાન તેમણે ગરીબ પરિવારના લોકોને પોતાના હાથથી ભોજન પણ કરાવ્યુ હતુ. જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. પાત્રા પ્રચાર દરમિયાન ધોતી કુર્તા સાથે ઓરિસ્સામાં ‘ગમછા’ ધારણ કરીને માથા પર ચંદન લગાવી અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા, જો કે પરિણામ પર આ તમામની કોઈ અસર થઈ ન હતી.

Related posts

जीएसटी पर संसद के विशेष सत्र में शामिल नहीं होगी कांग्रेस

aapnugujarat

અમરનાથ જવા ૫૭૯૧ શ્રધ્ધાળુઓની બેચ રવાના

aapnugujarat

બિહારમાં ૧ જૂન સુધી લંબાવાયું લોકડાઉન

editor

Leave a Comment

UA-96247877-1