Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સાંસદમાં ૨૦૧૪ની સરખામણીએ મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા વધીને ૨૭ થઈ

દેશની રાજનીતિમાં જમણેરી પરિબળ તરીકે ભાજપનો દબદબો જેમ વધતો જાય છે તેમ સંસદમાં મુસ્લિમોની હાજરી પર ધ્યાન કેન્દ્રિત થવાનું વધી રહ્યું છે. ભાજપને ખાળવા આ વખતે વિપક્ષોએ મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના મહાગઠબંધનનો આધાર જ દલિત, યાદવ, જાટ અને મુસ્લિમ વોટબેન્ક હતી. મોદીમેજિક સામે ફરી એકવાર મહાગઠબંધનનો પ્રયાસ ધૂળ ચાટતો થઈ ગયો છે, પરંતુ મહાગઠબંધનના ૬ મુસ્લિમ ઉમેદવારોએ બેઠકો જીતીને થોડી-ઘણી લાજ રાખી લીધી છે. આ વખતે સંસદમાં ૨૦૧૪ની સરખામણીએ મુસ્લિમ સાંસદોની સંખ્યા વધીને ૨૭ થઈ છે.
ભાજપના દબદબાના પગલે કોંગ્રેસ સહિતના પક્ષોની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ તદ્દન ધરાશાયી થઈ રહી જણાય છે. દેશભરમાં મુસ્લિમોની જનસંખ્યા જે દરથી વધતી જાય છે એ દરથી તેમનું રાજકીય પ્રતિનિધિત્વ નથી વધતું જણાતું. દેશભરમાં અત્યારે ભાજપની બોલબાલા છે અને ભાજપની રણનીતિ મુસ્લિમોનું રાજકીય કદ ઘટાડાવની જણાય છે. ભાજપ ભાગ્યે જ મુસ્લિમ ઉમેદવારને તક આપે છે. ૨૦૧૪ પછી ૨૦૧૯માં પણ ભાજપે ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા. એમ છતાં બંને ચૂંટણીઓમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી. ભાજપના આક્રમક હિન્દુત્વને મળી રહેલી સફળતાના પગલે અન્ય પક્ષો પણ સોફ્ટ હિન્દુત્વની નીતિ તરફ વળી રહ્યા છે. જેને લીધે મુસ્લિમોનું પ્રતિનિધિત્વ સતત ઘટતું જાય છે.
આઝાદી પછી ધર્મનિરપેક્ષતાની હવામાં મુસ્લિમ સાંસદોનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું હતું. દેશભરમાં પ્રભાવ ધરાવનાર કોંગ્રેસ જનસંખ્યાના અનુપાતમાં મુસ્લિમોને ટિકિટ આપવામાં કોઈ છોછ રાખતી ન હોવાના કારણે ૧૯૫૨ની પહેલી લોકસભામાં (ત્યારે કુલ બેઠક ૪૮૯ હતી) ૧૧ મુસ્લિમ સાંસદો હતા. એ પછી આ પ્રમાણ ધીમે ધીમે વધીને ૨૫-૩૦ની સરેરાશ સુધી પહોંચ્યું હતું. સૌથી વધુ મુસ્લિમ સાંસદો ૧૯૮૦ની લોકસભામાં હતા. ત્યારે કુલ ૪૯ મુસ્લિમો ચૂંટાયા હતા, જેમાં નેશનલ કોન્ફરન્સ અને ડાબેરી પક્ષોને બાદ કરતાં બહુધા કોંગ્રેસના હતા.

Related posts

જીદ્દી ચીનને મનાવવા માટે મોદી હવે મોરચો સંભાળશે

aapnugujarat

Bus-Truck collided in Rewa, 15 died

aapnugujarat

उत्तर भारत में लू और गर्मी का कहर जारी, सरकार ने जारी की अडवाइजरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1