Aapnu Gujarat
ગુજરાત

અમિત શાહ નારણપુરામાં જાહેરસભા યોજી મતદારોનો આભાર માનશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા છે. ગાંધીનગર બેઠક પરથી તેઓ વિક્રમસર્જક એવી પોણા છ લાખ મતની સરસાઇથી કોંગ્રેસના ઉમેદવાર સામે જીતી ગયા છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં નારણપુરા વિધાનસભાનો મતવિસ્તાર પણ આવી જાય છે. ભુતકાળમાં અમિત શાહ નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં ગયા હતા. ભાજપ માટે નારણપુરા બેઠક પણ ગઢ ગણવામાં આવે છે.
નારાણપુરામાં અમિત શાહનું ઘર પણ છે. તેઓ અહીં ઘણાં વર્ષો સુધી રહ્યાં હતા જો કે હાલમાં તેઓ પરિવાર સાથે એસ.જી. હાઇવે પર થલતેજ ખાતેના બંગલામાં રહે છે. નારણપુરાના લોકો સાથે અમિત શાહને એક પ્રકારનો ઘરોબો છે. આ વિસ્તારમાં પાટીદારોની સંખ્યા પણ વિશેષ છે. મતદાન પહેલા પાટીદારોએ ભેગા થઇ અમિત શાહની વિરુદ્ધમાં મતદાન કરવાનું નક્કી કર્યું હતું.
આવી સ્થિતીમાં પણ અમિત શાહે સામા પાણીએ તરીને એલ.કે. અડવાણી કરતા પણ વધુ મતોની સરસાઇ થી જીત હાંસલ કરી છે. જેની પાછળ નારાણપુરા, નવરંગપુરા, બોડકદેવ, સેટેલાઇટ, વેજલપુર, જુહાપુરા, સરખેજ જેવા અનેક વિસ્તારોના મતદારોનું સમર્થન હતું. આથી પોતાના મતદારોનો આભાર માનવા માટે અમિત શાહ નારણપુરામાં એક જાહેરસભા યોજશે.
ભાજપના સુત્રો જણાવે છે કે, અમિત શાહનો કાર્યક્રમ ઘડાય રહ્યો છે. તેઓ ૨૭ અથવા ૨૮મીએ અમદાવાદ આવે તેવું આયોજન થઇ રહ્યું છે જો કે હજુ તારીખ નક્કી નથી. અમિત શાહનો સત્તાવાર કાર્યક્રમ એક-બે દિવસમાં જાહેર કરાશે. અમિત શાહ જ્યારે પણ અમદાવાદ આવશે ત્યારે એરપોર્ટ પર ભાજપના નેતાઓ આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાશે.

Related posts

એએમટીએસનાં ભાડાના દર યથાવત્‌ રહેશે

aapnugujarat

ચંદ્રનગરમાં બીઆરટીએસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત

editor

દ. આફ્રિકામાં ગુજરાતીની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1