Aapnu Gujarat
ગુજરાત

દ. આફ્રિકામાં ગુજરાતીની હત્યા

વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ સામે આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર મૃતકની ઓળખ રાજકોટના વેપારી હરેશ નેભાણી તરીકે થઈ છે. હરેશ તેના પિતરાઈ ભાઈ સાગર કારમાં ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બે શખસોએ કાર આંતરીને ફાયરિંગ કરતા હરેશની છાતીમાં ગોળી વાગી હતી. જેમાં તેનું મોત થયું હતું. હુમલા બાદ હત્યારાઓ 75 લાખ કેશ અને લેપટોપ લઈને ભાગી ગયા હતા. બનાવની જાણ થતાં હરેશના પિતા રાતોરાત દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા હતા. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજકોટના અને છેલ્લા 5 વર્ષથી સાઉથ આફ્રિકાના મડાગાસ્કર ટાપુ ખાતે સ્થાયી થયેલા અને જથ્થાબંધ અનાજ-ખાંડનો વેપાર કરતા હરેશ નેભાણી ગત શનિવારે પોતાના પિતરાઈ ભાઈ સાગર નેભાણી સાથે કારમાં રવાના થયા અને ઘરે પહોંચે તે પહેલા જ તેમના પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં હરેશ નેભાણીએ જીવ ગુમાવ્યો હતો. બનાવની જાણ રાજકોટ રહેતા પરિવારને થતાં બધા હચમચી ગયા હતા.

માડાગાસ્કરમાં રહેતા હરેશે થોડાક જ સમયમાં સારી રીતે ધંધો જમાવી લીધો. ત્યારબાદ હરેશે પોતાની પત્ની, પુત્ર, માતા-પિતાને પણ સાઉથ આફ્રિકા તેડાવી લીધા હતા અને પરિવાર સાથે સ્થાયી થયો હતો. બિઝનેસમાં મદદરૂપ થવા માટે રાજકોટ રહેતા કાકાના દીકરા સાગરને પણ સાઉથ આફ્રિકા બોલાવી લીધો હતો અને તેની સાથે જ ઘરે જતી વખતે હરેશને કરૂણ મોત મળ્યું. હરેશની અંતિમવિધિ આફ્રિકામાં જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વિદેશમાં અનેક ગુજરાતીઓની હત્યા થઈ ચૂકી છે. ફેબ્રુઆરીમાં ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આફ્રિકાના જ્હોનિસબર્ગમાં મોબાઈલ શોપમાં લૂંટ કરવા આવેલા લૂંટારુઓએ આ હત્યાનો અંજામ આપ્યો હતો. જુબેર પટેલ રોજગારી માટે જંબુસરથી આફ્રિકા ગયો હતો.

આ પહેલા જાન્યુઆરીમાં અમેરિકાના એટલાન્ટા સિટીમાં રહેતા મૂળ આણંદ જિલ્લાના કરમસદના પરિવાર પર હુમલો થયો હતો. પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારુઓએ હુમલો કરતા એકનું મોત થયુ હતું. પરિવાર બહારથી ઘરે પરત આવતા ઘરમાં જ લૂંટારુઓએ હુમલો કર્યો હતો. હુમલામાં મૂળ કરમસદના પીનલ પટેલનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.

Related posts

ગુજરાત : ઘણી જગ્યાએ હજુ ભાજપ નેતાઓના બહિષ્કાર

aapnugujarat

સુરતમાં ૨૪-૨૫ ઑગષ્ટે ભાજપ પ્રદેશ કારોબારી યોજાશે

aapnugujarat

ગુજરાત વિદ્યાપીઠ પાસે આંગડિયા પેઢીના કર્મચારીની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1