Aapnu Gujarat
બ્લોગ

એકઝીટ પોલની આંટીઘુંટી અને મતદારોનો અસલ ચુકાદો

લોકસભા ચુંટણીના પરિણામો પહેલા જ વિપક્ષી પક્ષોએ ઘેરા બંધી શરૂ કરી દીધી છે. ૨૩ મેના રોજ આવી રહેલા પરિણામો પહેલા બધાને એક મંચ પર લાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે પરંતુ મહત્વની વાત એ છે કે વિપક્ષી દળોને એક સાથે લાવવાના પ્રયત્નો કોંગ્રેસ અથવા સપા-બસપા અને ટીએમસી જેવા મોટા નેતાઓ તરફથી નહિ પરંતુ દક્ષિણની રાજનીતિ કરનાર તેલુગૂ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ કરી રહ્યાં છે.ચંદ્રબાબૂ નાયડુ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીથી લઈને બસપા અધ્યક્ષ માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે. આપના નેતા અરવિંદ કેજરીવાલ અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે પણ નાયડુ વાતચિત કરી ચુક્યા છે.આ ભાગદોડ પાછળ ઘણા કારણો જણાવવામાં આવે છે. પહેલુ એ કે રાષ્ટ્રિય જનતાંત્રિક ગઠબંધનનો(એનડીએ) હિસ્સો રહેલા મોદી સરકાર સાથે સંબંધ તુટતા તેનો બદલો લેવા ઈચ્છે છે. સાથે તેમના સર્વે મુજબ ભાજપે યુપીમાં ૩૦ અને દેશમાં ૨૦૦ની અંદર સીટો મળવાનું અનુમાન છે. જ્યારે વિપક્ષની સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ ૧૨૫ની આસપાસ સીટો આવવાનુ અનુમાન છે. આ અનુમાન નાયડૂને તાકાત આપી રહી છે.ચંદ્રબાબુ ઈચ્છે છે કે ૧૯૯૦ અને ૧૯૯૬ જેવો રાજકીય પ્રયોગ ન થાય, જ્યારે સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ સરકાર માંથી દુર થઈ અને ગઠબંધનની સરકાર પડી ગઈ અને બીજી બાજુ કોંગ્રેસ કોઈ પણ કીંમતે પ્રધાનમંત્રીની ખુરશી છોડવા તૈયાર નથી.સુત્રોના જણાવ્યા અનુસાર ૧૨૫ સીટો આવવા પર રાહુલ પીએમ બનવાની જગ્યાએ પાર્ટીના કોઈ દલિત નેતાનું નામ આગળ કરી શકે છે. એવામાં માયાવતી સાથે તમામ બીજો પક્ષોને દેશના પહેલા પ્રધાનમંત્રીનો વિરોધ કરવો મુશ્કેલ થઈ જશે અને સાથે રાહુલ પોતાનો દલિત પ્રેમ જાહેર કરી શકશે.એવામાં બે નામો સામે આવે છે પહેલું હશે સુશીલ કુમાર શિંદે જેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, આંઘ્ર પ્રદેશના રાજ્યપાલ, દેશના ગૃહમંત્રી રહી ચુક્યાં છે તેઓ ગાંધી પરીવારના યશમેન પણ કહી શકાય છે. તેમના નામ પર શરદ પવાર પણ હામી ભરી શકે છે. ત્યાં જ બીજુ નામ મીરા કુમારનું, જે લોકસભાની સ્પિકર અને કેન્દ્રિય મંત્રી રહી ચુકી છે અને રાષ્ટ્રપતિની ચુંટણી લડી ચુકી છે અને તેમને દલિતની સાથે મહિલા હોવાનો ફાયદો મળી શકે છે.મોટા ભાગના ઍક્ઝિટ પોલનાં તારણ મુજબ, ભાજપ સરળતાથી સરકાર બનાવી શકશે અને નરેન્દ્ર મોદી ફરી એક વખત વડાપ્રધાન બનશે.ગુજરાતમાં ભાજપને કુલ ૨૪થી ૨૬ બેઠક મળી શકે છે. ગત વખતે ભાજપને તમામ ૨૬માંથી ૨૬ બેઠક મળી હતી.ઉત્તર પ્રદેશમાં ભાજપને નુકસાન થશે, જેની આંશિક ભરપાઈ પશ્ચિમ બંગાળમાંથી કરી શકશે.રિપબ્લિક ટીવીએ ભાજપને ૨૨ અને કૉંગ્રેસને ૪, ન્યૂઝ ૨૪-ચાણક્યના ઍક્ઝિટ પોલે ભાજપને ૨૬માંથી ૨૬ બેઠક, એબીપીએ ભાજપને ૨૪ અને કૉંગ્રેસને બે, રિપબ્લિક ભારત- જન કી બાતના ઍક્ઝિટ પોલે ભાજપને ૨૨-૨૩ અને કૉંગ્રેસને ત્રણથી ચાર બેઠક મળશે તેવી આગાહી કરી છે.જે ઍક્ઝિટ પોલ્સ સામે આવ્યા છે તેનાથી માત્ર લોકોનું વલણ જાણી શકાય છે. પરંતુ તેને જો જોવામાં આવે તો ભાજપના નેતૃત્વ સાથે એનડીએ આગળ છે એ સ્પષ્ટ છે.તેનું કારણ એ છે કે લીડર તરીકે નરેન્દ્ર મોદીએ તો ખૂબ સારું કામ કર્યું જ છે, પણ વિપક્ષની વાત કરવામાં આવે તો તેઓ ચૂંટણીના મુદ્દા ઉપરથી ભટકી ગયા છે.નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રવાદ અને હિંદુવાદ પ્રેરિત વિકાસ જેવા મુદ્દાઓની ખાસ વાત કરી છે.સૌરાષ્ટ્રની કુલ સાત બેઠકો છે, તેમાં હાલની તકે પાંચ બેઠકો પર ભાજપનું વર્ચસ્વ હોય એવું જણાય છે, પરંતુ જૂનાગઢ અને અમરેલીના વિધાનસભાના જે પરિણામો આવ્યા હતા તેને જોઈને લાગે છે કે ભાજપને આ બે સીટ પર પડકાર મળી શકે છે અને તે કૉંગ્રેસ માટે આશાનું કિરણ બની રહેશે.ગુજરાત ભાજપનો ગઢ છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨૬માંથી ૨૬ બેઠક મળી હતી અને સતત પાંચ ટર્મથી ગુજરાતમાં ભાજપનું શાસન છે.એક આખી પેઢીએ કૉંગ્રેસનું શાસન ગુજરાતમાં જોયું નથી. ભાજપનું નેટવર્કિંગ, તેની વિચારશૈલી, અને હિંદુવાદી વિકાસનો ઍજન્ડા લોકોના મનમાં ઘર કરી ગયો છે.ભાજપનો દાવો હતો કે અમારી એકલા હાથે ૩૦૦+ બેઠક આવશે અને માત્ર યૂપીમાં ૭૪+ બેઠક આવશે, પરંતુ ઍક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા છે, તેમાં એવું કંઈ જોવા મળી રહ્યું નથી.ઍક્ઝિટ પોલ પ્રમાણે ફરીથી ભાજપની સરકાર બની રહી હોય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ અન્ય પાર્ટીઓની સંખ્યા અગાઉ કરતાં ઘણી વધી રહી છે. તેનું એક કારણ એ હોઈ શકે છે કે એનડીએના ઘણા પાર્ટનર તેમને છોડીને જતા રહ્યા છે.હવે યુપીએ અન્ય પક્ષો પર ભારે ન પડી જાય તેના પ્રત્યન રહેશે. જે પાર્ટીઓ એનડીએની પણ નથી અને યુપીએની પણ નથી, તેની સાથે કેવી રીતે નિકટતા વધારવાના પ્રયાસ કરવામાં આવશે.લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ પણ મોટા દાવા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ આ ચૂંટણીમાં ઘણી આગળ આવશે અને દેશમાં મોદી સરકાર નહીં બને.પરંતુ ઍક્ઝિટ પોલ પર નજર કરીએ તો એવું દેખાઈ રહ્યું છે કે કદાચ ફરીથી નરેન્દ્ર મોદીની સરકાર બને.પરંતુ જો તમામ વિપક્ષ એક થઈ જાય તો કદાચ ઍક્ઝિટ પોલના આંકડા જોતા નરેન્દ્ર મોદીને થોડી મુશ્કેલી પડી શકે છે.દક્ષિણ ભારતમાં પાર્ટીઓનું ગઠબંધન કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાયએસઆર કૉંગ્રેસ તરફથી જગનમોહન રેડ્ડી, ચંદ્રબાબુ નાયડુનું એકસાથે આવવું કદાચ શક્ય નથી.ત્યારે એ સવાલ ઊભો થાય છે કે દક્ષિણ ભારત જ એવો વિસ્તાર છે કે જ્યાં નરેન્દ્ર મોદીને બહુમત ન મળે, તો શું આ બધા પક્ષો ગઠબંધન કરી શકે છે ખરા?એવું બની શકે છે અને કદાચ ભાજપ તરફથી પણ તેમની સાથે હાથ મિલાવવાનો પ્રસ્તાવ આપવામાં આવે, કેમ કે હાલ જ યોજાયેલી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેસ કૉન્ફરન્સમાં શાહે કહ્યું હતું કે જે પક્ષો સમાન વિચારસરણી ધરાવે છે, તેમના માટે અમારા દરવાજા હંમેશાં ખુલ્લા છે.ત્યારે હવે કદાચ કેટલાક દરવાજાની સાથે બારીઓ પણ ખૂલી જશે. અન્ય પાર્ટીઓ યુપીએ તરફ ન જાય તેના માટે પણ વધારે પ્રયાસ કરવામાં આવશે.કૉંગ્રેસની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ આ તેમની પહેલી લોકસભા ચૂંટણી છે અને આ ચૂંટણીમાં તેમણે પૂરું જોર લગાવ્યું.જોકે, એક પણ ઍક્ઝિટ પોલ એવો નથી કે જે કૉંગ્રેસ એકલા હાથે ૧૦૦ કરતાં વધુ બેઠક મેળવશે તેવી આગાહી કરી હોય.એ વાતમાં કોઈ બેમત નથી કે ગત લોકસભા ચૂંટણીમાં જે કૉંગ્રેસને માત્ર ૪૪ બેઠક મળી હતી, તેના કરતાં આ વખતે વધારે બેઠક મળશે, તેવું ઍક્ઝિટ પોલ્સમાં જણાય છે.પરંતુ શું એ બેઠકોનો વધારો એટલું મહત્ત્વ ધરાવે છે કે જેનાથી કૉંગ્રેસ સંતુષ્ટ થાય અને કહી શકે કે ’હા, અમે કંઈક પ્રાપ્ત કર્યું?’એવી પરિસ્થિતિ પણ નથી કે કોઈ પણ વિસ્તારમાંથી એ અવાજ ઊઠે કે રાહુલ ગાંધી સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા છે. જોકે, પ્રિયંકા ગાંધી સાથે જેટલી આશા-અપેક્ષા હતી, એટલી આ ચૂંટણીમાં પૂર્ણ થઈ નથી.તેનું કારણ હોઈ શકે છે કે લોકો સાથે વધારે સંપર્ક નથી. ન્યાય યોજનાને ખૂબ મોટો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો, પરંતુ લોકો તેના અંગે શંકાશીલ હતા. કેટલીક જગ્યાએ કૉંગ્રેસનું તંત્ર સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. કદાચ એ કારણ હોઈ શકે કે કૉંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું નહીં હોય.જોકે, ૪૪થી વધીને ૮૦ બેઠક સુધી પહોંચવું એ મોટી વાત છે. પરંતુ વડા પ્રધાન બનવાનો રાહુલ ગાંધી જે દાવો કરી રહ્યા હતા તે સાચો સાબિત થતો દેખાઈ રહ્યો નથી. તેને જોતા કૉંગ્રેસે હજુ ઘણી વધારે મહેનત કરવાની બાકી છે.ગઠબંધનની વાત કરવામાં આવે તો કૉંગ્રેસે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગઠબંધન કર્યું નથી.કેટલીક પાર્ટીઓને એમ હતું કે કૉંગ્રેસમાં ઘણી અકડ છે. તો તેવામાં સવાલ છે કે જો ઍક્ઝિટ પોલનાં પરિણામો સાચા સાબિત થાય તો શું અન્ય પાર્ટીઓ કૉંગ્રેસને ઝુકાવી શકશે?કૉંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે કે જેનું સંગઠન આખા દેશમાં છે. તેની પકડ દેશવ્યાપી છે, ત્યારે કૉંગ્રેસ અકડ ન બતાવે તેવી અપેક્ષા રાખવી વધારે પડતી છે.ત્રીજા પક્ષની વાત કરીએ તો ઍક્ઝિટ પોલ પ્રમાણે, મમતા બેનરજીની બેઠકો ઓછી થતી જોવા મળી રહી છે. જેડીયુ પણ કોઈ એટલી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી નથી.દક્ષિણ ભારતનાં રાજ્યોમાં બેઠકો ઓછી છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનને સારી બેઠકો મળે તો સમાજવાદી પાર્ટીના ટેકાથી માયાવતીનું નામ આગળ થઈ શકે છે. જો કૉંગ્રેસના સમર્થનથી સરકાર બને તેવી સ્થિતિ ઊભી થાય તો મુખ્ય ચહેરો માયાવતીનો હશે? મમતા બેનરજીનો? કે બીજી કોઈ વ્યક્તિ?આ અંગે તો ચોક્કસ આંકડા મળ્યા બાદ જ ખબર પડશે.જો કૉંગ્રેસ પાસે એટલી બેઠક મળે કે તે અન્ય પાર્ટીઓ સાથે મળીને દાવો કરી શકે, તો તે ચોક્કસ દાવો કરશે. પણ જો એટલી જ બેઠકો ભાજપને મળે તથા તે અન્યનો ટેકો માગે કે કોઈ લાલચ આપે, તો શક્ય છે કે અન્ય પક્ષ ભાજપ સાથે જતા રહે.લોકસભા ચૂંટણીમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદારોએ નેતાઓનું ભાવિ ઈવીએમમાં સીલ કરી દીધું છે.૨૩ મેના રોજ જનતાનો આદેશ દેશ સામે આવશે, પરંતુ અંતિમ તબક્કાનાં મતદાન અને પરિણામો આવે તે પહેલાં ઍક્ઝિટ પોલ આવી ગયા છે.મતદાન પૂર્ણ થતાની સાથે જ ન્યૂઝચેનલોમાં ઍક્ઝિટ પોલ દેખાવા લાગ્યા હતા.આ ઍક્ઝિટ પોલ ચૂંટણીનાં આવનારાં પરિણામો અંગેનું એક અનુમાન હોય છે. જે બતાવે છે કે મતદાઓનું વલણ કયા પક્ષ કે ગઠબંધન તરફ જઈ શકે છે. ન્યૂઝચેનલ મોટા ભાગે આવા સર્વે એજન્સીઓ સાથે મળીને કરે છે.ઘણી વખત પરિણામો આ સર્વે પ્રમાણે સચોટ આવે છે તો ક્યારેક તેનાથી ઊલટું પણ થાય છે. ઍક્ઝિટ પોલ અને પરિણામો વચ્ચે કોઈ મેળ બેસતો નથી.એવામાં આપણે જાણીએ કે ઍક્ઝિટ પોલની પૂરી પ્રક્રિયા શું હોય છે.ઍક્ઝિટ પોલ અંગે જે ધારણા છે તે એ છે કે મતદાતા મત આપીને મતદાનમથક બહાર નીકળે ત્યારે તેમને પૂછવામાં આવે છે.સર્વેમાં મતદારોને ઘણા સવાલો પૂછવામાં આવે છે. જોકે, તેમાં સૌથી મહત્ત્વનો સવાલ હોય છે કે તમે કોને મત આપ્યો છે?હજારો મતદારોનાં ઇન્ટરવ્યૂ કરીને આ આંકડા એકઠા કરવામાં આવે છે. આંકડાનું વિશ્લેષણ કરીને અંદાજ કાઢવામાં આવે છે, એટલે કે એ શોધવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા હશે.ઍક્ઝિટ પોલ કરવા, આંકડા ભેગા કરવા અને તે આંકડાને લોકો સમક્ષ લાવવા માટે ઘણી મહેનત અને લાંબી પ્રક્રિયા હોય છે.એવું નથી કે દરેક વખતે ઍક્ઝિટ પોલ સાચા જ સાબિત થાય, જેનું તાજું ઉદાહરણ છે ૨૦૧૫ની વિધાનસભાની ચૂંટણી. ૨૦૧૫ની ચૂંટણીના ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.ઍક્ઝિટ પોલ ફેલ જવાનું સૌથી મોટું ઉદાહરણ ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીઓ છે. જેમાં પણ ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.તમે જોશો કે ભાજપની જીતનું અનુમાન કરવામાં આવ્યું હતું એ મોટા ભાગના ઍક્ઝિટ પોલ ફેલ થયા છે.ઍક્ઝિટ પોલમાં મતદાનમથકની બહાર મતદાતાઓ સાથે વાત કરવામાં આવે છે. જે મતદાતા બોલકા હોય તે વધારે વાતો કરે છે.ભાજપને મત આપનારા મોટા ભાગે શહેરી, ઉચ્ચવર્ગના અને ભણેલા-ગણેલા મતદારો હોય છે. વધારે આત્મવિશ્વાસ ધરાવતા લોકો સામે આવીને પોતાની વાત જણાવે છે.જ્યારે ગરીબ, અભણ અને ઓછો આત્મવિશ્વાસ ધરાવતા મતદારો ચુપચાપ મતદાન કરીને જતા રહે છે. જેમની સર્વે કરનારાઓ પાસે સામે ચાલીને જવાની સંભાવના ખૂબ ઓછી હોય છે.આવામાં સર્વે કરનારાઓએ એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે તેઓ દરેક તબક્કાના મતદારો પાસે જાય.આપણે ત્યાં મતદાનને ગુપ્ત મતદાન કહેવામાં આવે છે. એવામાં મતદારો પાસેથી એ જાણવું કે તેમણે કોને મત આપ્યો છે તે પણ એક પડકાર છે. કેટલીક વખત તેઓ સાચું બોલે છે કે નહીં તેના પર પણ શંકા હોય છે.મોટા ભાગના મતદારો સાચું બોલે છે. એવું બની શકે કે કોઈ મતદાર ખોટું બોલી જાય. મતદારો સાચું બોલ્યા કે ખોટું તેનો ફેંસલો ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ થઈ જાય છે.૨૦૧૬માં પશ્ચિમ બંગાળનાં પરિણામો ઍક્ઝિટ પોલની નજીક જ રહ્યાં હતાં.ઉપરાંત ૨૦૧૮માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસ જીતી હતી.આ ચૂંટણીમાં ઇન્ડિયા ટુડે, આજતક, રિપબ્લિક ટીવી અને એબીપી ચેનલોએ કૉંગ્રેસને જ તેમના સર્વેમાં જીતતી બતાવી હતી.

Related posts

બેંકોની સ્થિતિ સુધારવા મોદી સરકારે કડક પગલા ભરવા રહ્યાં….

aapnugujarat

બાબા રામદેવના સુર બદલાયા

aapnugujarat

મકરસંક્રાંતિ અનેરું મહત્વ – સૂર્યપૂજાની સાચી રીત અને અદ્ભુત ફાયદા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1