Aapnu Gujarat
બ્લોગ

મકરસંક્રાંતિ અનેરું મહત્વ – સૂર્યપૂજાની સાચી રીત અને અદ્ભુત ફાયદા

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણ મતલબ મકરસંક્રાંતિનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ હતુ કે ઉત્તરાયણના ૬ માસના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવતા ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે ત્યારે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી એકદમ વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય છે ત્યારે પૃથ્વી અંધકારમય થાય છે અને આ અંધારામાં શરીરનો ત્યાગ કરીએ તો એ જીવને પુનર્જન્મ લેવો પડે છે.મહાભારત અને ભાગવત પુરાણ મુજબ સૂર્યના ઉત્તરાયણ થવાના દિવસે જ પિતામહ ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. વિષ્ણુ ધર્મસૂત્ર મુજબ પિતૃઓની શાંતિ માટે અને સ્વાસ્થ્યવર્ધન અને કલ્યાણ માટે તલનો પ્રયોગ સ્નાન, દાન, ભોજન, જળ અર્પણ, આહુતિ અને તલના તેલથી માલિશ કરવાથી પાપ નાશ પામે છે.
મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને અર્ધ્યનુ વિશેષ મહત્વ હોય છે. તેથી આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવુ જોઈએ જો આવુ ન કરી શકો તો ઘરે જ આ વિશેષ ઉપાય કરો.
મકરસંક્રાંતિના વિશેષ ઉપાય
આ દિવસે સ્નાન કરવાના જળમાં તલ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવુ જોઈએ.
સ્નાન કર્યા પછી એક તાંબાના કળશમાં શુદ્ધ પાણી ભરીને તેમા લાલ ચંદન, તલ, ચોખા અને લાલ ફૂલ નાખીને ૐ ઘૃણિ આદિત્યાય નમઃ; આ મંત્રનો જાપ કરતા સૂર્યનારાયણને અર્ધ્ય આપો. ત્યારબાદ નિમ્ન ૧૨ મંત્રોનો જાપ કરતા સૂર્ય નારાયણને પ્રણામ કરો.
૧. ૐ સૂર્યાય નમઃ
૨. ૐ ભાસ્કરાય નમઃ
૩. ૐ રવયે નમઃ
૪. ૐ મિત્રાય નમઃ
૫. ૐ ભાનવે નમઃ
૬. ૐ ખગાય નમઃ
૭. ૐ પુષ્ણે નમઃ
૮. ૐ મારિચાયે નમઃ
૯. ૐ આદિત્યાય નમઃ
૧૦. ૐ સાવિત્ર નમઃ
૧૧. ૐ આર્કાય નમઃ
૧૨. ૐ હિરણ્યગર્ભાય નમઃ
આ દિવસે તલ અને ગોળથી બનેલ લાડુ, ખીચડી અને તાંબાના પાત્રનુ દાન કરવુ જોઈએ.મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે.
ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાતમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે.
મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.ઉત્તરાયણ શબ્દ, બે સંસ્કૃત શબ્દ ઉત્તર (ઉત્તર દિશા) અને અયન (તરફની ગતી) ની સંધી વડે બનેલ છે.
ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે.
ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી(તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને ‘ચિકી’ (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છેમકરસંક્રાંતિ પર્વ સૂર્ય પર આધારિત છે.
સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. કર્ક રાશિમાં પ્રવેશ કરે ત્યારે કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે ધન સંક્રાંતિ કહેવામાં આવે છે.સૂર્ય- જુદી-જુદી રાશિઓમાં પ્રવેશ કરતો રહે છે અને તે ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે. સૂર્યનારાયણ એક વર્ષમાં બાર રાશી ભોગ કરે છે. સૂર્યનારાયણ મંડલાકારે ફરે છે. જેમ કુંભારનો ચાકડો ફરે છે તેમ.
પૃથ્વીના તીસ ભાગોનું અતિક્રમણ કરે છે એ દરેક ભાગને ‘રાશિ’ એવું નામ આપવામાં આવ્યું છે, કુલ બાર રાશિઓ છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન.િ
હન્દુ ધર્મશાસ્ત્રના ચાંદ્રમાસથી સંવત્સરની ગણતરી મુજબ પોષ મહિનામાં સૂર્યમકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યારે સર્વમાન્ય પશ્ચિમાત્ય સૌર વર્ષ પ્રમાણે દર વર્ષે સામાન્ય રીતે ૧૪મી જાન્યુઆરીના રોજ સૂર્યના મકર રાશિમાં ભ્રમણની શરૃઆત થતી હોઇ આ દિવસે જ મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે.સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતાં ધનુર્માસની સમાપ્તિ થાય છે. ધનના સૂર્યમાં સારા લૌકિક કાર્ય કરવામાં આવતા નથી. આ જ દિવસથી કમૂરતાં પણ પૂર્ણ થતાં હોઇ લૌકિક શુભ કાર્યોની શરૃઆત કરી શકાય છે.
પોષ મહિનામાં સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ઉત્તરાયણ પણ કહે છે.
ઉત્તરાયણ શબ્દ ઉત્તર ‘ઉત્તર’ અને ‘અયન’ એ બે શબ્દોથી બનેલો છે.ઉત્તર એટલે ઉત્તર દિશા એટલે દેવોની દિશા અને અયન એટલે જવું એટલે ઉત્તરાયણનો અર્થ ઉત્તર તરફ જવું એવો થાય છે અને સૂર્યનારાયણ ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશ કરે છે.મકરસંક્રાંતિનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ સમજવા જેવો છે. તા.૧૪ જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સુર્ય પર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યારે તેના કિરણો ખરાબ માનવામાં આવે છે. પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરવા લાગે છે. ત્યારે તે કિરણો સ્વાસ્થ્ય અને શાંતિને વધારનારા બની જાય છે.હિન્દુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે.
બાણ શય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ ઉત્તરાયણની પ્રતિક્ષામાં આ કારણે જ મૃત્યુને રોકી રાખ્યાની મહાભારતની કથા સુવિદિત છે કે, બ્રહ્મ ચર્યનિષ્ઠ અને મહાબળવાન ભીષ્મ પિતામહનું શરીર યુદ્ધ ભૂમિમાં વિંધાઇ ગયું. તેમનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે માટે ધ્રુમ્રમાર્ગમાં પ્રાણ ત્યાગ કરવો સુયોગ્ય નથી.તેથી તેઓ બાણશય્યા પર અસહ્ય કષ્ઠ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણનો થયો અને જ્યોતિમાર્ગ ચાલુ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો.મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી તથા બધા જ અસુરોના શીશને મંદાર પર્વતમાં દબાવી દીધા હતા. આ રીતે આ દિવસ અનિષ્ટોના નાશનો દિવસ પણ માનવામાં આવે છે.મકરસંક્રાંતિમાં પવિત્ર નદીના જળમાં સૂર્યોદય પહેલા સ્નાન કરી ભગવાનની પૂજા- અર્ચના કરવાનો મહિમા છે.મકરસંક્રાતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં આવે છે. સાથે સાથે અનાજ, વસ્ત્ર, ઉનનાં વસ્ત્રો, શેરડી, વિવિધ ફળની દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મકરસંક્રાંતિના દિવસે એક ગણું દાનને હાજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઝોળી દાનનું સવિશષે મહત્વ છે.ઉત્તરાયણના દિવસે સારાય વિશ્વમાં અને ભારતમાં તેની ઉજવણી કરવામાં આવે છે. બાળકો અને યુવાનોમાં આ ઉત્સવ અત્તિ લોકપ્રિય બની ગયો છે. તેની બે- બે માસથી તૈયારીઓ થવા લાગે છે. ઉત્તરાયણના કેટલાય દિવસ અગાઉથી બાળકો પતંગ ચગાવવા લાગે છે. હવે તો વિદેશથી પંતગરસિયાઓ ગુજરાત- અમદાવાદના પતંગ ઉત્સવમાં આવે છે.પતંગોત્સવમાંથી આપણને જીવન જીવનની કળા પણ શીખવા મળે છે. આપણે ઉત્તરાયણના દિવસ માટે પતંગની ખરીદી કરીએ છીએ ત્યારે કેટલા પતંગ ખરીદીએ છીએ ? એક-બે- પાંચ નંગ ? ના. કોડીની સંખ્યામાં ખરીદીએ છીએ. કારણ કે, આપણને ખબર છે કે, આપણે પતંગ ચગાવીશું અને બીજાની સાથે પેચ લગાવીશું એટલે અમુક વખત આપણે બીજાના પતંગને કાપી શકીશું અને ઘણીવખત આપણો પોતાનો પણ પતંગ કપાવવાનો જ છે. તેમ દરેક મનુષ્યના જીવનમાં સદાયને માટે સુખના દિવસો ટકતાં નથી. દુઃખના દિવસો પણ આવે જ છે. તેથી જીવનમાં સુખ અને દુઃખ માટે તૈયાર રહેવું જોઇએ. કોઇની જીંદગીમાં એક સરખા દિવસ ક્યારેય પસાર થતા જ નથી. ઋતુમાં વસંત પછી પાનખર આવે છે. દરિયામાં ભરતી પછી ઓટ આવે છે. સૂર્યક્ષેત્રે ઉદય પછી અસ્ત આવે છે, ચંદ્ર ક્ષેત્રે સુદ પછી વદ આવે છે. તેથી જીંદગી જીવવી છે તો સુખ ને દુઃખ બંને આવવાના છે એમ માનીને જીવવું પડશે. ફૂલ જોઇએ છે તો તેની સાથે કાંટાને પણ સ્વીકારવા જ પડશે.જેમ દોરીથી પતંગને આકાશમાં ઊંચો – નીચો, આસપાસ ચગાવીએ છીએ તેમ મનની વૃત્તિરૃપી દોરી વડે ભગવાનની મૂર્તિમાં વૃત્તિ સાધીને મૂર્તિ રૃપી પતંગને આકાશમાં ઉડાવતા શીખવું જોઇએ અને એવી રીતે અખંડ ભગવાનના સ્વરૃપમાં વૃત્તિ રહેવા લાગે તેથી બીજી અધિક પ્રાપ્તિ કોઇ છે જ નહી અને આવી રીતે વૃત્તિ રહે તો સદાય દિવ્યાતિ દિવ્ય આનંદ વધતો ને વધતો જ રહેશે.જેથી આપણું જીવન પણ રંગબેરંગી પતંગોની જેમ જુદા – જુદા સદ્ગુણોરૃપી રંગોથી દીપી ઊઠશે અને ઉન્નત બનશે.
એકધારી જીવનશૈલીથી જીવન શુષ્ક બની જાય છે. શુષ્ક બનતી જિંદગીને રસપ્રદ બનાવવા માટે ભારતીય સંસ્કૃતિમાં પર્વોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા દેશમાં ઉજવાતા પર્વો આપણને કંઈક ને કંઈક જીવનસંદેશ અવશ્ય આપી જાય છે.
૧૪મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં સંક્રમણ કરતો હોવાથી આ પર્વને મકરસંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. એટલે તેને ઉત્તરાયણ કહે છે. પરસ્પર એકતા, ભાઈચારા અને મૈત્રીનો સંદેશ આપતું આ પર્વ આપણા દેશમાં ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિ એટલે હેમંતઋતુના આગમન દ્વારા જીવનમાં ચેતના અને આનંદ આપતું પર્વ, જનસુખાકારી માટેનું સર્વમાન્ય પર્વ, પુણ્યદાનનું સંદેશ આપતું શ્રેયસ્કર પર્વ.
આપણા દેશના લોકો પોતાના ધર્મ અને પ્રદેશની માન્યતા, પ્રાચીન પ્રણાલિકા મુજબ તહેવાર ઉજવે છે. આ પર્વ આપણી કુવૃત્તિઓને સદ્વૃત્તિઓમાં સંક્રાંતિ કરવાની પ્રેરણા આપે છે. જ્યોતિષની દૃષ્ટિએ દરેક પર્વ દરમિયાન કરેલ પાપ-પુણ્ય ગુણાંકમાં વધે છે, માટે જીવનની સાર્થકતા માટે પાપથી બચવું અને પુણ્યમાં પ્રવૃત્ત થવું આવશ્યક છે.
આ દિવસે ગાયોને તિલક કરી ઘાસચારો, દાણા, લાપસી વગેરે ખવડાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં કહેવાય છે કે તીલ ગુડ દ્યા ગુડ બોલા’ એટલે કે તલ-ગોળ ખાઓ અને મધુર વાણી બોલો. પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં આ પર્વ ‘લોહિડી’ના નામથી ઉજવવામાં આવે છે.
લોકકથા અનુસાર મકર સંક્રાંતિના દિવસે કંસે શ્રીકૃષ્ણને મારવા લોહીતા નામની એક રાક્ષસીને ગોકુળમાં મોકલી હતી, જેનો શ્રીકૃષ્ણે વધ કર્યો હતો. રાજસ્થાનની પ્રથા અનુસાર આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તલના લાડુ, ઘેબર, મોતીચૂરના લાડુ વગેરે પર રૃપિયા રાખીને, પોતાની સાસુને પ્રણામ કરીને અર્પણ કરે છે.
બંગાળમાં આ દિવસે સ્નાન કરી તલનું દાન આપવાનું મહત્ત્વ છે. અસામમાં આ દિવસ બિહૂના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આ પર્વને ખીસર કે ખીચડો કહે છે. દક્ષિણ ભારતમાં આ તહેવાર પોંગલને નામે જાણીતો છે. પુષ્ટિ મંદિરોમાં જોગી ઉત્સવ મનાવાય છે.ઉત્તરાયણનું પર્વ જગતને અધ્યાત્મનો સંદેશ આપે છે. ઉત્તરાયણનું પર્વ દાનનો મહિમા દર્શાવતું પર્વ છે. જૈન ધર્મમાં દાનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગૃહસ્થધર્મના બે પાયા ભક્તિ (પૂજા) અને દાન કહ્યાં છે. ઔષધદાન, શાસ્ત્રદાન, આહારદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરે દાનના અનેક પ્રકારો છે. જે પોતાની આવકના ૨૫ ટકા દાન આપે તે ઉત્તમ દાની, ૧૦ ટકા આપે તે મધ્યમ દાની અને ૬ ટકા આપે તે જ ધન્ય દાની ગણાય છે. પતંગ ઉડાવવાના મોહમાં અને ઉત્સાહના અતિરેકમાં આપણે જીવલેણ દોરાઓ વાપરી પંચેન્દ્રિય જીવોની હિંસામાં નિમિત્ત તો નથી બનતાને? પતંગ લૂંટવામાં, પેચ લગાવવામાં મસ્ત બની આપણા પોતાના કે અન્યની જાનના દુશ્મન તો નથી બનતા ને?ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ કરી ક્યાંક આગ લાગવાના પ્રસંગમાં આપણે નિમિત્ત નથી બનતાને? દોરી-પતંગ પાછળ કરાતા ખર્ચની જગ્યાએ કોઈ ભૂખ્યાને ભોજન, ગરીબ દર્દીને દવા, ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં સહાયક બની પુણ્યકાર્યમાં જરૃર સદ્ભાગી બની શકીએ.

Related posts

MORNING TWEET

aapnugujarat

असम की स्थिति विषम

aapnugujarat

બિહારના મુખ્યમંત્રી પદની સાતમી વાર શપથ લઈને ઈતિહાસ રચશે નીતીશ કુમાર

editor

Leave a Comment

UA-96247877-1