Aapnu Gujarat
મનોરંજન

ક્યારેય પાછું વળીને નથી જોયું એટલે જ સફળ થઇ : માધુરી

માધુરી દીક્ષિત નેનેએ કહ્યું હતું કે કારકિર્દીમાં ટોચ પર પહોંચવા માટે સખ્ખત પુરુષાર્થનો કોઇ વિકલ્પ નથી. તમે મહેનત કરો તો જ આગળ વધી શકો.
’મારા સદ્ભાગ્યે મને સરસ રોલ અને સરસ ગીતો તેમજ ડાન્સિસ મળ્યા હતા. દરેક રોલને જીવંત કરવા મેં મહેનત કરવામાં કદી પાછું વાળીને જોયું નહોતું. એટલે હું સફળ થઇ એમ મને લાગે છે’ એવું માધુરીએ કહ્યું હતું.
હાલ માધુરી કરણ જોહરની કલંક ફિલ્મ કરી રહી છે જેમાં લગભગ અઢી દાયકા પછી એ પોતાની હિટ જોડીના સહકલાકાર અનિલ કપૂર જોડે દેખાવાની છે. એનો અન્ય સહકલાકાર સંજય દત્ત પણ આ ફિલ્મમાં ચમકી રહ્યો છે. એક સમયે સંજય દત્ત સાથે એનો અફેર પણ ગાજ્યો હતો. જો કે ૧૯૯૩માં મુંબઇમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અને સંજય દત્તના કબજામાંથી મળેલા ગેરકાયદે હથિયારોના પગલે સંજયની ધરપકડ થતાં માધુરીએ એની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
હાલ માધુરી પોતાના જોડકા પુત્રો અને ડૉક્ટર પતિ સાથે રહે છે અને એક ડાન્સ એકેડેમી શરૃ કરવાની તૈયારીમાં છે. એ ડાન્સ અંગેના ટીવી શોમાં જજ તરીકે સેવા પણ આપી રહી છે.
માધુરીએ કહ્યું કે મારા દરેક રોલને બેસ્ટ રીતે રજૂ કરવા મેં સખ્ખત પુરુષાર્થ કર્યો હતો અને દર્શકોનો પ્રેમ મેળવ્યો હતો.

Related posts

સોફિયા વરગારા હવે ફિલ્મ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે

aapnugujarat

શ્રેષ્ઠતા પર ધ્યાન આપું છું : હુમા

aapnugujarat

सनी देओल के बेटे करण दिखाएंगे सिनेमाई पर्दे पर दम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1