Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એક્ઝિટ પોલ બાદ સેન્સેક્સમાં ૧૪૨૨ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે જોરદાર તેજીનુ મોજુ ફરી વળ્યુ હતુ. દિવસ દરમિયાન જોરદાર તેજી રહ્યા બાદ સેંસેક્સ આજે ૧૪૨૨ પોઈન્ટ ઉછળીને રેકોર્ડ ૩૯૩૫૨ની ઉચી સપાટીએ રહ્યો હતો. એસબીઆઈ, યશ બેંક, લાર્સન અને ટુબ્રોના શેરમાં સૌથી વધારે ઉછાળો નોધાયો હતો. જ્યારે ઈન્ફોસીસ અને બજાજના શેરમાં સૌથી વધુ ઘટાડો નોધાયો હતો. આજે શેરબજારમાં કારોબાર દરમિયાન લેવાલી જામી હતી. મોટા ભાગના શેર તેજીમાં રહ્યાહતા. એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ તેની સીધી અસર બજાર ઉપર જોવા મળી હતી.
શેરબજારમાં કારોબારીઓ ઝુમી ઉઠ્યા હતા. દિવસ દરમિયાન જોરદાર લેવાલીનો માહોલ રહ્યો હતો. બીએસઈમાં ૧૦ વર્ષના નવા રેકોર્ડ જોવા મળ્યા હતા. બીજી બાજુ નિફ્ટીમાં પણ ૪૨૧ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતોે જેથી તેની સપાટી ૧૧૮૨૮ નોધાઈ હતી. આજે કારોબાર દરમિયાન તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં તેજી જામી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ૭.૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે બાકીના શેરમાં ૦.૬થી લઈને ૫.૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઈન્ડેકસનમાં ૪૯૩ પોઈન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૮૧૯ રહી હતી. જ્યારે સ્મોલકેપ ઈન્ડેકસમાં ૩.૬ ટકાનો અથવા તો ૪૯૩ પોઈન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૩૮૧ જોવા મળી હતી. અદાણી ગ્રુપ કંપનીના શેરમાં ૧૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કારોબાર દરમિયાન તમામ શેરમાં તેજી રહી હતી. ચાલુ શેર આજે ૫૨ સપ્તાહની ઉચી સપાટીએ રહ્યો હતો. આ તેજીનો માહોલ હજુ રહી શકે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની સત્તામાં વાપસી થઇ રહી છે તેવા એગ્ઝિટ પોલના તારણ બાદ મુડીરોકાણકારો ખુશીથી આજે ઝુમી ઉઠયા હતા. તેજીનો માહોલ રહ્યો હતો. લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થયા બાદ એક્ઝિટ પોલના તારણે જારી કરવામાં આવ્યા હતા જેમાં મોદીના જાદુ હેઠળ ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર બની રહી છે. લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ ગઇકાલે સાંજે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવાના સંકેત આપવામાં આવ્યા હતા. ટાઈમ્સનાઉ-વીએમઆર, સી-વોટર અને જનકી બાત, ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવશે. ટાઈમ્સનાઉ અને વીએમઆરના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતુ કે, એનડીએ શાનદારરીતે સત્તામાં વાપસી કરશે. મોદી લહેરની સામે શાસન વિરોધી પરિબળની કોઇ અસર દેખાઈ નથી. વિરોધ પક્ષો સરકારને હચમચાવી મુકવામાં નિષ્ફળ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન પણ અપેક્ષા મુજબ ટક્કર આપવામાં નિષ્ફળ છે. પોલ સંકેત આપી રહ્યા છે કે વિપક્ષોના તમામ આક્ષેપો છતાં પ્રજાએ મોદી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ એનડીએને ૫૪૨માંથી ૩૦૬ સીટો મળી શકે છે જે બહુમતિના ૨૭૨ના આંકડા કરતા ખુબ વધારે છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને મોટો ફટકો પડી ગયો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઇ ફાયદો થઇ રહ્યો નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં હાલમાં જોરદાર દેખાવ કરનાર કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં કોઇ અસર છોડી શકી નથી. ટાઇમ્સનાઉ-વીએમઆરના એક્ઝિટ પોલમાં યુપીએને ૧૩૨ સીટો મળી રહી છે. સી વોટર પણ એનડીએને બહુમતિ મળી રહી છે. આમા જણાવવામં આવ્યું છે કે, ગઠબંધનને ૨૮૭ સીટો મળી શકે છે. એક્ઝિટ પોલના તારણ ઉપરાંત અન્ય પરિબળોની અસર પણ દેખાઇ રહી છે. કારણ કે સપ્તાહના ગાળા દરમિયાન કેટલીક મોટી કંપનીઓના પરિણામ જાહેર કરાશે. જે કંપનીઓના નાણાંકીય પરિણામ જાહેર કરવામાં આવનાર છે તેમાં તાતા મોટર્સ, કેનેરા બેંક, શિપ્લાના પરિણામનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં ત્રિમાસિક પરિણામોની અસર પણ બજાર ઉપ જોવા મળશે. ક્રૂડ ઓઇલની કિંમત, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વિવાદ, ડોલર સામે રૂપિયાની ચાલ, વિદેશી ભંડોળને લઇને બજારનું વલણ પણ મહત્વપૂર્ણ બની શકે છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૪૬૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ અથવા તો ૧.૪૪ ટકા સુધરીને ૩૭૯૩૧ની સપાટી ઉપર રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૧૫૦ પોઇન્ટ રિકવર થઇને ૧૧૪૦૭ની સપાટી ઉપર રહ્યો હતા. આજે કારોબાર દરમિયાન બીએસઈમાં આશરે ૪૦ કંપનીઓના શેરમાં બાવન સપ્તાહની ઉચી સપાટી જોવા મળી હતી. જેમાં બજાજ ફાયનાન્સ, ફેડરલ બેંક, એચડીએફચી બેંક, એસઆરએફ, ટાઇટન, કોટક મહિન્દ્રા,પીવીઆરના શેરનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં આજે જોરદાર તેજીનો માહોલ રહ્યો હતો. દલાલ સ્ટ્રીટમાં મુડી રોકાણકારોની સંપત્તિમાં મિનિટોના ગાળામાં જ ૩૧૮૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થઈ ગયો હતો. હાલમાં જ પુરી થયેલી લોકસભા ચૂંટણી માટે જ મતગણતરી ૨૩મી મેના દિવસે હાથ ધરવામાં આવે તે પહેલા જ જારી કરવામાં આવેલા એક્ઝિટ પોલના તારણમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએના અપેક્ષા કરતા વધુ સારા દેખાવના સંકેત મળ્યા બાદ બજારમાં જોરદાર તેજી જામી ગઈ છે. આજે કારોબાર દરમિયાન મુડી રોકાણકારોની સંપત્તિ અભુતપૂર્વ વધી ગઈ હતી. કારોબાર વેળા માત્ર મિનિટોના ગાળામાં જ તમામ બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મુડી સંયુક્ત રીતે વધીને ૧૪૯૭૬૮૯૬ કરોડ સુધી પહોંચી ગઈ હતી. તેમની સંપત્તિ સંયુક્ત રીતે ૩.૧૮ લાખ કરોડ સુધી વધી ગઈ હતી. બીએસપીના માર્કેટ કેપ આજે બપોરના ગાળામાં ૧૫૧ લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી. તેમાં ૪૬૮૦૦૦ કરોડનો વધારો થયોહતો. આને સાથે જ સ્થાનિક શેરની માર્કેટ કિંમત ત્રણ સેસન ગાળામાં ૬.૮૯ લાખ કરોડ સુધી વધી ગઈ હતી. મોટા ભાગના એક્ઝિટ પોલમાં એનડીએની બહુમતી સાથે સત્તા આપવામાં આવી રહી છે. ટાઈમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ અને સાથી પક્ષો ૩૦૬ સીટો જીતી જશે. સત્તામાં આવવા માટેની બહુમતીની સંખ્યા ૨૭૨ની છે. બીજી બાજુ રીપબ્લિક-સી વોટરમાં એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપના નેતૃત્વમાં એનડીએ ૨૮૭ સીટ જીતી જશે. આવી જ રીતે અન્ય અભિપ્રાય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આજે કારોબાર વેળા આની અસર રહી હતી.

Related posts

सरदार सरोवर बांध का जलस्तर बढ़ने से पानी की समस्या में राहत

aapnugujarat

ડુંગળી નિકાસમાં ૫૬ ટકાનો વધારો છતાંય આયાત જારી

aapnugujarat

શેલ્ટર હોમ કેસ : નાગેશ્વર રાવને દિવસભર કોર્ટમાં બેસાડી રખાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1