Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગંગાના દીકરા તરીકે આવ્યા હતા મોદી, રાફેલના એજન્ટ તરીકે જશે : સિદ્ધૂ

કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિંઘ સિધૂએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું તમને પૂછું છું નરેન્દ્ર મોદી. રાફેલ ડીલમાં તમે દલાલી કરી છે કે નહીં? તમે મારી સાથે દેશના કોઇપણ ખૂણે બેસીને આ મામલે ચર્ચા કરી લો. રાહુલજી તો એક મોટી તોપ છે. તેઓ તો ટોપ છે અને હું એકે-૪૭ છું.
તેમણે જણાવ્યું હતું કે, હું તમને પડકાર આપું છું નરેન્દ્ર મોદી, જો સિધૂ હારી જશે તો રાજકારણ છોડી દેશે. નરેન્દ્ર મોદી ૨૦૧૪માં ગંગાના લાલ બનીને આવ્યા હતા અને ૨૦૧૯માં રાફેલના દલાલ બની જશે.
તેમણે ઉમેર્યું હતું કે, મોદી હિન્દુત્વની વાત કરે છે પરંતુ પોતે જ પોતાના સિદ્ધાંતોનું પાલન નથી કરતા. મારી માતા ક્ષત્રિય હતી. રઘુકુલ રીત સદા ચલી આઇ, પ્રાણ જાય પણ વચન ન જાય. પરંતુ મોદીએ ૨૦૧૪થી અત્યાર સુધી ૩૪૨ વચનો આપ્યા તેમાંથી મોટા ભાગના પૂરા થયા નથી.

Related posts

नॉर्थ ईस्ट काउंसिल की बैठक में हिस्सा लेने पहुंचे अमित शाह

aapnugujarat

દૌસામાં ૫ પુત્રી સાથે મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

editor

महागठबंधन का कोई भी भविष्य नहीं : नीतिश कुमार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1