Aapnu Gujarat
રાષ્ટ્રીય

દૌસામાં ૫ પુત્રી સાથે મહિલાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું

દૌસા જિલ્લાના મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સવારે એક મહિલાએ પોતાની પાંચ પુત્રી સાથે ટ્રેનની આગળ ઝંપલાવ્યું હતું. મહિલા અને તેની ત્રણ પુત્રીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં અને બે પુત્રી માંડ માંડ બચી ગઈ હતી. આ મામલો પરિવારિક વિવાદ જણાવવામાં આવી રહ્યો છે. મૃતકનો પતિ રેલવે કર્મચારી છે.
પોલીસના જણાવ્યા મુજબ, દૌસાના બાવડીખેડામાં રહેતી વિનિતા (૩૪) પત્ની ખેમરાજ મીણા તેનાં પાંચ બાળકો સાથે આગરાથઈ બાંદીકુઇ તરફ જતી ટ્રેનની આગળ ઝંપલાવ્યું હતુ, જેને પગલે મહિલા સહિત તેની ત્રણ પુત્રી કોમલ (૧૦), અમની (૮) અને પાયલ (૨)નાં દુઃખદ મોત થયાં હતાં, જ્યારે ધસમસતી ટ્રેન આવતી જોઈને પરી અને કોયલ નામની બે પુત્રીઓએ જેમ તેમ મહિલાથી હાથ છોડાવીને પોતાનો જીવ બચાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મંડાવર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નથુલાલ મયા ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહવા ડી.એસ.પી. હવસિંહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતક મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.
પોલીસનું કહેવું છે કે મૃતક મહિલાનો પતિ મંડાવર વિસ્તારમાં જ રેલવે ફાટક પર ગાર્ડ છે. તે મંડાવર પોલીસ મથક વિસ્તારના જ બાવડી ખેડા ગામનો રહેવાસી છે.
પરિવારિક ઝઘડાનો મામલો જણાવવામાં આવી રહ્યો છે, જેના કારણે મહિલા પોતાનાં ૫ બાળકો સાથે રેલવે ક્રોસિંગ પર પહોંચી હતી અને ટ્રેન આગળ ઝંપલાવ્યું હતું. મહિલા કરૌલી જિલ્લામાં ટોડાભીમ વિસ્તારના થેડીમેરડા ગામની રહેવાસી હતી. હાલમાં મંડાવર પોલીસ સમગ્ર ઘટના બાબતે વધુ તપાસ કરી રહી છે.

Related posts

તમિલનાડૂ ચૂંટણી : કમલ હસનની પાર્ટી મક્કલ નિધિ મય્યામ ૧૫૪ સીટો પર ચૂંટણી લડશે

editor

બ્રિટીશ હાઈકમિશનરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત

editor

વરસાદ રોકાતાં અમરનાથ યાત્રા ફરી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1